તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ચોક્કસ સમુદાયમાં ધિક્કાર મુદ્દે પાયલ સામે તપાસનો આદેશ

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય સમુદાયોના રીતરિવાજની મજાક કરવાનો કોઈને અધિકાર નથી

ટ્વીટ્સ થકી ચોક્કસ સમુદાય સામે ધિક્કાર ફેલાવવાના આરોપ હેઠળ અભિનેત્રી પાયલ રોહતગી સામે ફરિયાદની પોલીસ તપાસ કરવાનો આદેશ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે આપ્યો હતો. વિવિધ કલમો હેઠળ અભિનેત્રી સામે પોલીસ તપાસ કરવાનો આદેશ અંધેરી કોર્ટના મેજિસ્ટ્રેટ ભાગવત ઝિરાપેએ આપ્યો છે.અભિનેત્રી સામે પ્રથમદર્શી કેસ બને છે કે નહીં અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પૂરતાં કારણો છે કે નહીં તેની નક્કી કરવા પોલીસને આદેશ આપ્યો છે. આ સાથે મેજિસ્ટ્રેટે એવી નોંધ કરી કે દરેક સમુદાયને તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

અન્ય સમુદાયના રીતરિવાજો અથવા વિધિઓની મજાક કરવાનો કોઈને અધિકાર નથી. જૂન 2020માં પાયલે ટ્વીટ કર્યું હતું, જે પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખ દ્વારા અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેની દખલ નહીં લેતાં તેમણે મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.વકીલે ફરિયાદમાં જણાવ્યું છે કે અભિનેત્રીના ટ્વીટ્સ ચોક્કસ સમુદાયના લોકો માટે અત્યંત બદનક્ષીકારક છે અને ખાસ કરીને આ સમુદાયની મહિલાઓને બદનામ કરે છે.

કોર્ટને પ્રથમદર્શી એવું જણાયું કે ટ્વીટ્સ ચોક્કસ સમુદાય અને તેની મહિલાઓ સામે ધિક્કાર ફેલાવે છે અને આરોપી સામે કાર્યવાહી કરવા માટે ટ્વીટ્સની ટેક્નિકલ તપાસ જરૂરી છે. કોર્ટે 30 એપ્રિલ સુધીમાં પોલીસને તપાસનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો