ભાસ્કર વિશેષ:હાઈવે દુર્ઘટનાઓ રોકવા એકશન પ્લાનનો આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા અધ્યયનમાં ચોંકાવનારો ડેટા બહાર આવ્યો

નેશનલ હાઈવે પર અકસ્માતની સંખ્યા વધી રહી હોવાથી તેને ઓછી કરવા માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા નેશનલ હાઈવે-48 પર અકસ્માતોની સંખ્યા ઓછી કરવા માટે સરકારને સુપરત કરવામાં આવેલા અહેવાલ પર વિગતવાર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. રાજ્યના પરિવહન મંત્રી સતેજ પાટીલે પ્રશાસનને હાઈવે પર અકસ્માત રોકવા એક સપ્તાહમાં એકશન પ્લાન ઘડી કાઢવાના આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્ર સરકાર બધાની સુરક્ષા માટે પ્રયાસ કરી રહી છે અને બધાએ પ્રવાસ સમયે ટ્રાફિકના નિયમોનું સખતાઈથી પાલન કરવું જોઈએ. વર્ચ્યુઅલ મિટિંગમાં ડિવિઝનલ કમિશનર સૌરભ રાવ, ટ્રાન્સપોર્ટ કમિશનર ડો. અવિનાશ ઢાકણે, સ્પેશિયલ આઈજીપી મનોજ લોહિયા, પુણે, સાંગલી, સાતારા અને કોલ્હાપુર જિલ્લાના જિલ્લાધિકારીઓ, એસપી, હાઈવે પોલીસ ફોર્સના અધિકારીઓ અને સેવ લાઈફ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ પીયુષ તિવારી હાજર હતા.આ અહેવાલમાં એન્જિનિયરિંગ, અમલબજાવણી, કટોકટીમાં પ્રતિસાદ અને જરૂરી તાલીમ સંબંધમાં વિગતવાર સૂચનો કરવામાં આવ્યાં હતાં.

પરિવહન વિભાગને આ બધી ભલામણોનો અમલ કરવા માટે એક સપ્તાહમાં એકશન પ્લાન ઘડી કાઢવા સૂચના આપવામાં આવી છે. સેવ લાઈફ ફાઉન્ડેશનના આ અહેવાલે માર્ગઅકસ્માત સંબંધી ચોંકાવનારી વાસ્તવિકતાઓ સામે લાવી દીધી છે. તેમાં એવું બહાર આવ્યું છે કે 1.35 મિલિયન લોકો દુનિયાભરમાં માર્ગઅકસ્માતમાં મૃત્યુ પામે છે, જેમાં ભારતમાં દોઢ લાખ મૃત્યુ સાથે દુનિયામાં સૌથી વધુ છે. એસએલએફના અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દરરોજ માર્ગઅકસ્માતમાં 30થી વધુ બાળકોનાં મોત થાય છે.

એસએલએફ દ્વારા સર્વેમાં એવું પણ જણાયું છે કે પુણે- સાતારા રોડ પર દિવસ અને રાત દરમિયાન રોંગ સાઈડ વાહન ચલાવવાને લીધે 25 અકસ્માત સર્જાયા હતા, સાતારા- કાગલ રોડ પર 62 દુર્ઘટનાઓ સર્જાઈ હતી. પુણે-સાતારા રોડ પર લોંગ લેનમાં વાહન ચલાવવાના 109 અને સાતારા- કાગલરોડ પર 205 કિસ્સા નોંધાયા હતા.

પુણે- સાતારા રોડ પર ડાબે બાજુથી ખોટી રીતે ઓવરટેક કરવાના ત્રણ અને સાતારા- કાગલ રોડ પર આવા 40 કેસ નોંધાયા હતા. પુણે- સાતારામાં અનધિકૃત પાર્કિંગના 145 અને સાતાર- કાગલ રોડ પર 99 કેસ નોઁધાયા હતા. હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવાના અનુક્રમે 103 અને 160 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...