તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:બાયોમેડિકલ કચરાનો યોગ્ય નાશ નહીં કરનાર પર કાર્યવાહીનો આદેશ

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના દર્દીની સારવારમાં વપરાયેલ વસ્તુઓનો માર્ગદર્શક ધોરણ અનુસાર નાશ જરૂરી

કોરોનાના દર્દીઓની સારવાર પછી નિર્માણ થતો માસ્ક અને અન્ય બાયોમેડિકલ કચરાનો નાશ કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળે સૂચવેલા માર્ગદર્શક ધોરણો અનુસાર ન થતો હોય તો સંબંધિત પ્રશાસન પર કાયદાકીય કાર્યવાહી કરવાના પગલાં રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ મંડળે ભરવા એવો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે આપ્યો હતો.

વપરાયેલા માસ્ક, પીપીઈ કિટનો નાશ કરવામાં બેદરકારી અને બધીર વ્યક્તિઓ માટે વિશેષ માસ્કની જરૂરના પ્રશ્ન પર લોકશાહીવાદી બાળાસાહેબ સરોદે પ્રબોધન ઉપક્રમ સંસ્થા તરફથી એડવોકેટ અસિમ સરોદે અને એડવોકેટ અંજિક્ય ઉડાનેએ જનહિત અરજી કરી છે. એની સુનાવણી લીધા પછી મુખ્ય જજ દીપાંકર દતા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો. વપરાયેલા માસ્ક અને પીપીઈ કિટના યોગ્ય નાશના પ્રશ્ન પર 22 જૂનના સુનાવણી લેવામાં આવશે એમ ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું.

બધીર વ્યક્તિઓને બીજા લોકો સહેલાઈથી ઓળખી શકે એ ઉદ્દેશથી મુંબઈ મહાપાલિકાએ તૈયાર કરેલા એક માસ્કનો નમૂનો મહાપાલિકાના વકીલ એડવોકેટ ઓમ સૂર્યવંશીએ ખંડપીઠ સમક્ષ રજૂ કર્યો હતો. આ નમૂનો મુંબઈના અલિયાવર જંગ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરીંગ ડિસેબિલિટીઝ સંસ્થાએ તપાસીને મંજૂર કર્યો હોવાની માહિતી સરકારી વકીલ ભૂપેશ સામંતે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...