તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકુમ:ઘાયલ અવસ્થામાં ફરિયાદી પાસે મેડિકલ રિપોર્ટ ન માગવા આદેશ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંવેદનશીલ રહીને પહેલાં સારવારને અગ્રતા આપોઃ પોલીસ કમિશનર

જખમી અવસ્થામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ રહેવાનો આદેશ પોલીસ કમિશનર હેમંત નગરાળેએ મુંબઈના તમામ પોલીસ સ્ટેશનને આપ્યો છે. કમિશનરે બધા પોલીસોને નિર્દેશ આપ્યો છે કે જખમી વ્યક્તિ પાસેથી પહેલાં મેડિકલ રિપોર્ટ ન માગતા તેમને ઝટ સારવાર કેવી રીતે મળે એને અગ્રતા આપવી. તેમને હોસ્પિટલમાં પહોંચાડવાની સગવડ કરીને તેમની સાથે એક પોલીસને પણ મોકલવો. જે કર્મચારીઓ આ આદેશનું પાલન નહીં કરે તેમના પર કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંકેત મુંબઈ પોલીસ કમિશનરે આપ્યો છે.

પોતાના આદેશમાં કમિશનરે જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનમાં જો કોઈ જખમી વ્યક્તિ ફરિયાદ નોંધાવવા આવે તો એની ફરિયાદ દાખલ કરવાના બદલે અને એને મદદ કરવાના બદલે એની પાસેથી પહેલાં મેડિકલ રિપોર્ટ માગવામાં આવે છે. એ પણ એણે જાતે હોસ્પિટલમાં જઈને લઈ આવવાનો એમ જણાવવામાં આવે છે એવી બાબત વરિષ્ઠ અધિકારીઓના ધ્યાનમાં આવી છે. એને લીધે ફરિયાદના મન પર પોલીસની ખરાબ છબી ઊભી થઈ શકે છે. કયારેક ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવતા નથી અને આ વાત નાગરિકો અને પોલીસના સમન્વય માટે યોગ્ય નથી એવો મત કમિશનરે વ્યક્ત કર્યો હતો.

હવેથી પોલીસ જખમી વ્યક્તિને મેડિકલ રિપોર્ટ માટે મેમો આપશે, પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કરશે અને એ પછી જખમી વ્યક્તિ સાથે પોલીસ હવાલદાર સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલવો અને પછી જ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવી એમ પોલીસ કમિશનર હેમંત નગરાળેએ પોતાના આદેશમાં જણાવ્યું છે. કમિશનરના આ આદેશને લીધે નાગરિકોમાં પોલીસો માટે આદર અને વિશ્વાસ વધશે.

એમ્બ્યુલન્સ માટે રૂપિયા હોતા નથી
કેટલીક વખત એવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે કે આર્થિક રીતે નબળા હોવાથી કેટલાક લોકો માટે હોસ્પિટલમાં પહોંચવું શક્ય થતું નથી કારણ કે તેમની પાસે એમ્બ્યુલન્સ માટે રૂપિયા હોતા નથી. તેથી પણ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવાનું ટાળે છે. જોકે કમિશનરના આ નિર્ણયને લીધે લોકો હવે આગળ આવીને ફરિયાદ નોંધાવશે.

અન્ય સમાચારો પણ છે...