આદેશ:મકોકા વિરુદ્ધની આરોપીની અરજી પર નવેસરથી સુનાવણીનો આદેશ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મકોકા લગાડવા વિરુદ્ધ 2008માં ધરપકડ કરવામાં આવેલા ઈંડિયન મુજાહિદ્દીનના શંકાસ્પદ ત્રાસવાદીએ કરેલી અરજી પર નવેસરથી સુનાવણી લેવી એવો આદેશ હાઈ કોર્ટે સ્પેશિયલ કોર્ટને આપ્યો છે. ઈંડિયન મુજાહિદ્દીનના સભ્ય હોવાના આરોપ હેઠળ 2008માં મુબીન શેખ સહિત બીજા કેટલાક યુવકોની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર મકોકા લગાડવામાં આવ્યો હતો. શેખે મકોકા હટાવવાની માગણી માટે અરજી કરી હતી.

જોકે સ્પેશિયલ કોર્ટે એની અરજી ફગાવી દીધી હોવાથી એણે 2019માં મકોકા કોર્ટના ચુકાદા વિરુદ્ધ હાઈ કોર્ટમાં દાદ માગી હતી. મકોકાને પડકારતી પોતાની અરજી પર સુનાવણી વિલંબિત છે ત્યારે સ્પેશિયલ કોર્ટે આ પ્રકરણે અમારા પર આરોપ નિશ્ચિત કર્યા અને પોતાની અરજી ફગાવી દીધી એવો દાવો શેખે અરજીમાં કર્યો હતો. જજ સાધના જાધવ અને જજ મિલિંદ જાધવની ખંડપીઠે આરોપી મુબીન શેખની અરજી પર ચુકાદો આપતા ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

આરોપીએ સ્પેશિયલ કોર્ટમાં કરેલી અરજી વિલંબિત છે અને સ્પેશિયલ કોર્ટે એના પર સુનાવણી લીધી નથી. તેથી આરોપીનો હક જોખમમાં છે એવો અમારો મત હોવાનું કોર્ટે નોંધ્યું હતું. તેમ જ આ પ્રકરણે નવેસરથી સુનાવણી લેવાનો આદેશ સ્પેશિયલ કોર્ટને આપ્યો હતો. એના માટે આરોપીએ નવેસરથી અરજી કરવાની અને એ અરજી પર બે મહિનામાં સુનાવણી લઈને ચુકાદો આપવાનો આદેશ પણ હાઈ કોર્ટે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...