વિરોધ:મુંબઈ અને પુણેમાં બિનકૃષિ વેરો વસૂલવા માટેની નોટિસનો વિરોધ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મહેસૂલ મંત્રીને મળીને નિવેદન આપ્યું

રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને મુંબઈ ઉપનગરો અને પુણે જિલ્લાના તમામ તહેસીલદારો સામૂહિક રીતે 1996થી 2021 સુધી બિન-કૃષિ કર વસૂલ કરે છે. આ માટે સંસ્થાઓને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ અધૂરી અને ખોટી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે અને તેમાં 1996થી સંબંધિત વ્યક્તિઓ દ્વારા ચૂકવવામાં આવેલા બિન-કૃષિ કરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોરોનાએ 2020થી વિશ્વને ઘેરી લીધું છે. તેનો સામાજિક- આર્થિક અને મોટો કૌટુંબિક બોજ દેશના લોકો પર છે.

આથી તેઓ આર્થિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. એ જ રીતે મુંબઈ ઉપનગરો અને પૂણે જેવા શહેરી વિસ્તારોના નાગરિકોએ પણ મિલકત વેરો ભરવો પડે છે. આથી મિલકત ધારણ કરવા માટે મિલકત વેરો અને બિનખેતી કરનો બેવડો કરવેરો યોગ્ય નથી. તેથી બિનખેતી વેરાની વસૂલાત માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, એમ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપે મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાતને આપેલા નિવેદનમાં જણાવ્યું છે. તેમની સાથે કાર્યકારી પ્રમુખ ચરણ સિંહ સપ્રાની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ થોરાતને મળ્યું અને તેમની માગણીઓ રજૂ કરી હતી. પ્રતિનિધિમંડળમાં ધારાસભ્ય અમીન પટેલ, ખજાનચી ભૂષણ પાટીલ, સહ ખજાનચી અતુલ બર્વે, નગરસેવક જાવેદ જુનેજા, જગદીશ અમીન કુટ્ટી, જિલ્લા પ્રમુખ હુકુમરાજ મહેતા, પ્રમોદ માંડ્રેકર, ક્લાઈવ ડાયસ અને અબ્રાહમ રોય મણિનો સમાવેશ થતો હતો.

જગતાપે જણાવ્યું હતું કે, બિનખેતી વેરા વસૂલાતમાં વધારા માટે મોકલવામાં આવેલી નોટિસ અન્યાયી છે, તેને તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ. વળી, વાસ્તવમાં સમગ્ર રાજ્યમાં બિન-કૃષિ કર વસૂલાત ખૂબ જ ઓછી છે. તેની સરખામણીમાં જિલ્લા કક્ષાએ મોટી વ્યવસ્થા કાર્યરત છે. તેથી સિસ્ટમ પરનો તાણ ઘટાડવાનો અને શહેરી નાગરિકોને મિલકત વેરો અને બિન-કૃષિ કર જેવા બેવડા કરમાંથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...