બહિષ્કાર:આજથી શિયાળુ સત્રમાં સત્તાધારીઓને ભીંસમાં લેવા માટે વિરોધી પક્ષ સુસજ્જ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્રમાં અમને ચૂપ રાખવા વિધાનસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચાતું નથીઃ ફડણવીસ
  • ​​​​​​વિરોધી પક્ષ દ્વારા ચા-પાણીનો બહિષ્કાર

રાજ્ય વિધાનમંડળનું શિયાળુ સત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ચાપાનનો કાર્યક્રમ રખાયો હતો, જેની પર વિરોધી પક્ષે બહિષ્કાર કર્યો હતો. સત્રમાં વિરોધીઓને બોલવા જ નહીં દેવું જોઈએ તે માટે સરકારના પ્રયાસ ચાલુ છે. સત્ર લેવાની સરકારની માનસિકતા નથી એવો આરોપ વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.

રૌજ્ય સરકાર ઓછા સમયમાં સત્ર લઈને લોકશાહીને તાળું મારવાનો પ્રયાસ કરી રહી છે. સત્ર લેવાની સરકારની માનસિકતા નથી. રાજ્યમાં ઈજારાશાહીનો કારભાર ચાલુ છે. એક વર્ષથી 12 વિધાનસભ્ય સસ્પેન્ડ છે. આવું કરવું લોકશાહીને કાળું ચોપડવા જેવું કૃત્ય છે. આ સરકારનો તે વિધાનસભ્યો પર વિશ્વાસ નથી શું, એમ કહીને ફડણવીસે આઘાડી સરકારને ભીંસમાં લીધી છે.

રાજ્યમાં લોકશાહી નહીં પણ ઈજારાશાહીની સરકાર છે. તે વસૂલીનું ટાર્ગેટરાખીને અનેક અધિકારીઓને વસૂલી કરવાની ફરજ પાડી રહી છે. કોરોનાને નામે સરકારે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ખેડૂતોના પાક વીમામાં પણ સરકારે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. સુલતાની પદ્ધતિથી વીજજોડાણ કાપીને ખેડૂતોને ત્રાસ આપવાનું કામ ચાલી રહ્યું છે. વીજ બિલ વસૂલી કરીને તિજોરી ભરવાનું કામ ચાલુ છે. ખેડૂતોના પ્રશ્ને સરકાર અસંવેદનશીલ હોઈ સત્રમાં આ મુદ્દા પરથી સરકારને ભીંસમાં લેવામાં આવશે.

અધ્યક્ષ ચૂંટવા નિયમોમાં ફેરફાર : નિયમોમાં ફેરફાર કરીને વિધાનસભા અધ્યક્ષ ચૂંટવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારને વિરોધીઓનો ડર લાગતો હોવાથી જ આવો પ્રયાસ કરી રહી છે. વિધાનસભ્યો પર તેમનો વિશ્વાસ નથી તેથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દારૂ પરનો કર કેમ ઓછો કર્યો
રાજ્ય સરકાર ઈંધણ પરનો કર ઓછો કરવા તૈયાર નથી, પરંતુ દારૂ પરનો કર ઓછો કરવા સરકાર પાસે પૈસા છે. મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી છે. જો શક્તિ કાયદો લાગુ કરવામાં આવે તો અમે તેને ચોક્કસ ટેકો આપીશું. વિદ્યાપીઠ સુધારણા કાયદાને લીધે સરકાર વિદ્યાપીઠો પર કબજો કરવા પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં પરીક્ષાઓનો ગોટાળો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. આ મુદ્દે પણ સરકાર પાસે જવાબ માગીશું, એમ ફડણવીસે જણાવ્યું હતું.

અનામત સરકારને કારણે ગયું
સરકારે ઓબીસી અનામતનો વીંટો વાળવા પ્રયાસ કરી રહી છે. કોર્ટમાં સરકારની બેદરકારી ખુલ્લી પડી છે. સરકારને લીધે જ ઓબીસી અનામત રદ થયું છે. બે વર્ષમાં ઈમ્પિરિકલ ડેટા ભેગો કર્યો નહીં. આ સરકાર ઊંઘતી હતી શું? એવો પ્રશ્ન ફડણવીસે કર્યો હતો. સરકાર ગમે તે થાય તો કેન્દ્ર તરફ આંગળી ચીંધે છે અને પોતાની જવાબદારી ઝાટકી નાખે છે. જોકે રાજ્યની જનતા માટે સંઘર્ષ કરવા અમે તૈયાર છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...