મતદારયાદી સંક્ષિપ્ત પુનર્નિરીક્ષણ કાર્યક્રમ:18 વર્ષ પૂરા કરનારા મતદારોને મતદારયાદી સુધારણાની તક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંધા અને સૂચન પછી 5 જાન્યુઆરી 2022ના અંતિમ યાદી જાહેર થશે

કેન્દ્રિય ચૂંટણી પંચે 1 થી 30 નવેમ્બર દરમિયાન મતદારયાદી સંક્ષિપ્ત પુનર્નિરીક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે. એ અનુસાર 1 જાન્યુઆરી 2022ના 18 વર્ષ પૂરા કરનાર યુવક-યુવતીઓ સંબંધિત વિધાનસભા મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. મતદારયાદીમાં સુધારા, દાવા અને વાંધાઓનો ઉકેલ કાઢીને 5 જાન્યુઆરી 2022ના અંતિમ મતદારયાદી જાહેર કરવામાં આવશે. આ જ યાદી મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે રહેશે.

મહાપાલિકાના ચૂંટણી વિભાગ તરફથી મતદાર નોંધણી જનજાગૃતિ કરવામાં આવશે. એના માટે વિવિધ ઉપક્રમ પણ અમલમાં મૂકવામાં આવશે. પાત્ર નાગરિકોએ પોતાનું મતદાર તરીકે નોંધવામાં આવે અને મહાપાલિકાની આગામી ચૂંટણીમાં મતદાર કરીને ફરજ બજાવી મતદાનની સરેરાશ ટકાવારી વધારવા માટે મદદ કરવી એવી હાકલ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને અતિરિક્ત આયુક્ત (પશ્ચિમ ઉપનગરો) સુરેશ કાકાણીએ કરી છે.

આ કાર્યક્રમ અંતર્ગત મહાપાલિકાના તમામ 24 પ્રશાસકીય વોર્ડ કાર્યાલય મારફત મુંબઈના મુખ્ય ઠેકાણે તેમ જ મુખ્ય રેલવે સ્ટેશન, દવાખાના, ઉદ્યાનો, એરપોર્ટ વગેરે ગિરદીવાળા ઠેકાણે મતદારયાદી સંક્ષિપ્ત પુનર્નિરીક્ષણ કાર્યક્રમના પોસ્ટર્સ, બેનર્સ, સ્ટિકર્સ લગાડવામાં આવશે. વિવિધ રાજકીય પક્ષોના સ્થાનિક પદાધિકારીઓએ બેઠકનું આયોજન કરીને તેમને આ બાબતે માહિતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...