નિર્ણય:પ્રાર્થનાસ્થળોમાં કુલ ક્ષમતાના 50% ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસાદ નહીં વહેંચી શકાયઃ મોટા મેળાવડાની મનાઈ

નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્ય સરકારે મુંબઈ સહિત રાજ્યભરનાં પ્રાર્થનાસ્થળોને ફરીથી ખોલવાની પરવાનગી આપી દીધી છે, પરંતુ આ સાથે કેટલાંક કડક નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે. મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે બ્રેક ધ ચેઈન આદેશ હેઠળ જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર સર્વ પ્રાર્થનાસ્થળો ખાતે કઠોર સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત રહેશે. તેમાં પ્રાર્થનાસ્થળોની જેટલી ક્ષમતા હશે તેના ૫૦ ટકા જ ભક્તોને પ્રવેશ આપવાનો રહેશે.

ભક્તોને પ્રસાદ નહીં વહેંચી શકાશે. ઉપરાંત પવિત્ર જળ છાંટવાની પણ મનાઈ કરવામાં આવી છે. સ્લોટ બુકિંગ્સ થકી ભક્તોને પ્રવેશ આપવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત મોટા મેળાવડા નહીં યોજવા આદેશ આપ્યો છે. ઉપરાંત પ્રાર્થનાસ્થળોમાં પૂતળાં, મૂર્તિ કે ધાર્મિક પુસ્તકોને સ્પર્શ નહીં કરી શકાશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે મુલાકાતીઓની સંખ્યાને નિયંત્રણમાં રાખવાની રહેશે. ફેસ માસ્ક ફરજિયાત છે અને બે ભક્ત વચ્ચે છ ફીટનું અંતર રાખવાનું જરૂરી રહેશે.

બાળકો, વરિષ્ઠો, ગર્ભવતીને મનાઈ
વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મંદિરમાં પ્રવેશ નહીં આપવાની સલાહ આપવાં આવી છે. આ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ છે. પ્રાર્થનાસ્થળોમાં ભીડ ટાળવા માટે ભક્તો માટે અંદર અને બહાર નીકળવાના માર્ગ અલગ રાખવા વ્યવસ્થાપકોને આદેશમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...