તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધીરી કામગીરી:મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે ફક્ત 24 ટકા ભૂસંપાદન, ગુજરાતમાં 95 ટકા

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદ ગતીએ ચાલતા આ પ્રકલ્પમાં અનેક અડચણોને લીધે સમયસર પૂર્ણ થવા સામે અનિશ્ચિતતા

કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ 2023 સુધી પૂરો કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. બહુચર્ચિત પ્રકલ્પ માટે મહારાષ્ટ્રમાં ભૂસંપાદનમાં અનેક અડચણ આવી રહી છે. તેથી પ્રકલ્પને નિશ્ચિત કરેલ અંતિમ મુદત બાબતે જણાવવું મુશ્કેલ હોવાનું રેલવે મંડળના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીત શર્માએ જણાવ્યું હતું. ભૂસંપાદનની મુશ્કેલીઓ બાબતે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને ઉકેલ કાઢવામાં આવી રહ્યો છે. કોરોનાના સમયમાં રેલવેની કામગિરી, વિવિધ પ્રકલ્પ વિશે માહિતી આપવા રેલવે બોર્ડ તરફથી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

એ સમયે બુલેટ ટ્રેનના કામની માહિતી પણ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ 2023 સુધી પૂરો કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. પણ મહારાષ્ટ્રમાં ભૂસંપાદનની પ્રક્રિયામાં અનેક ઠેકાણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એ જ પ્રમાણે કોરોના મહામારીની પણ અસર થઈ છે. પ્રકલ્પ નક્કી કરેલી મુદતમાં પૂરો થવો અશક્ય હોવાનું તાજેતરમાં નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું.

બીકેસી સ્ટેશન : બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સમાં પ્રકલ્પનું શરૂઆતનું સ્ટેશન ઊભું થવાનું છે. એના માટે બોગદાનું કામ, સ્ટેશનની ઈમારત, અને અન્ય ટેકનિકલ કામો માટે હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન તરફથી 19 ફેબ્રુઆરીના, એ પછી 5 મે અને હવે જૂનમાં ટેંડર ખોલવામાં આવનાર હતા. પણ જે પરિસરમાં સ્ટેશન ઊભું થવાનું છે ત્યાં કોરોના કેન્દ્ર નજીક એક પેટ્રોલ પંપ હોવાથી જગ્યાની મડાગાંઠ ઊભી થઈ છે. હવે આ જ ટેંડર આગળ ઠેલીને ઓગસ્ટ મહિના સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ભૂસંપાદનની સમસ્યા
ગુજરાતમાં ભૂસંપાદનનું કામ મોટા ભાગે પૂરું થયું છે અને કામની શરૂઆત થઈ ચૂકી છે. ઉપરાંત બુલેટ ટ્રેન માટે ડેપો, સ્ટેશન વગેરે માટે ટેંડર પ્રક્રિયા પણ અમલમાં મૂકવામાં આવી છે. એની સરખામણીએ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના કામમાં ગતિ આવી નથી. મહારાષ્ટ્રમાં આ પ્રકલ્પ માટે ભૂસંપાદનમાં સમસ્યા, અડચણો આવી રહી છે એમ શર્માએ જણાવ્યું હતું.

અડચણ ક્યાં છે?
થાણે જિલ્લો, પાલઘર જિલ્લામાં હજી પણ પૂરતું ભૂસંપાદન થયું નથી. બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને આ સ્ટેશનથી કલ્યાણ શિળફાટા સુધી અંડરગ્રાઉન્ડ માર્ગ માટે જરૂરી જગ્યા મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. તેથી બુલેટ ટ્રેન પ્રકલ્પ કયાર સુધી પૂરો થશે એ હંમણા જણાવવું મુશ્કેલ છે. બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં 24 ટકા, દાદરા-નગર હવેલીમાં 100 ટકા અને ગુજરાતમાં 94 થી 95 ટકા ભૂસંપાદન થયું છે.

અન્ય સમાચારો પણ છે...