તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્ત્વપૂર્ણ નિર્ણય:લાલબાગનાં બધાજ મંડળોના ગણપતિનાં ઓનલાઈન દર્શન

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગણેશ મંડળો અને પોલીસની બેઠકમાં લેવાયેલો મહત્ત્વપૂર્ણ નિર્ણય

લાગલગાટ બીજા વર્ષે પણ ગણેશોત્સવ પર કોરોનાનું સંકટ છે. કોરોનાની બીજી લહેર અંકુશમાં આવી હતી, પરંતુ છેલ્લા થોડા દિવસથી નવા કેસમાં ફરીથી અચાનક વધારો થયો છે, જેને કારણે પ્રશાસનની ચિંતા વધી છે. આવા સંજોગોમાં ગણેશોત્સવમાં ભારે ભીડ ત્રીજી લહેરને વધુ વહેલું આમંત્રણ આપી શકે છે એવો ભય હોવાથી સરકાર, પોલીસ, મહાપાલિકા દ્વારા વિવિધ સ્તર પર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આના જ ભાગરૂપે પોલીસે લાલબાગનાં સર્વ ગણેશમંડળો સાથે એક વિશેષ બેઠક યોજી હતી, જેમાં ગિરદી ટાળવા માટે ગણેશમંડળોએ ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવા માટે તૈયારી બતાવી હતી.

નોંધનીય છે કે મુંબઈમાં ગણપતિ જોવા માટે લાલબાગનાં ગણેશ મંડળો ખાતે સૌથી વધુ ગિરદી થાય છે. આ વખતે સાર્વજનક મૂર્તિઓની ઊંચાઈ પણ ચાર ફૂટ હોવા છતાં ભક્તો મોટી સંખ્યામાં મંડપ ખાતે ઊમટી પડવાની શક્યતા છે. આથી જ પોલીસે લાલબાગનાં સર્વ ગણેશમંડળો સાથે બેઠક યોજી હતી, જેમાં ઓનલાઈન દર્શન ઉપલબ્ધ કરાવવા માટે સૂચન કર્યું હતું, જેને મંડળોએ પણ પ્રતિસાદ આપ્યો છે.

લાલબાગમાં ગણેશ ગલ્લી, લાલબાગચા રાજા, રંગારી બદક, ચિંચપોકલીચા ચિંતામણી જેવાં અનેક ગણેશમંડળોમાં ઊંચી ઊંચી મૂર્તિઓ જોવા અને ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો મોટી સંખ્યામાં ગિરદી કરે છે. જોકે આ વખતે મૂર્તિ ચાર ફૂટ જ હશે. આમ છતાં ગિરદી થવાની સંભાવના છે.આથી ઓનલાઈન દર્શનની આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને કારણે ભક્તો મંડપમાં જઈને બહારથી દર્શન નહીં કરી શકશે.

જોકે સ્થાનિક રહેવાસીઓ દર્શન કરી શકશે, જ્યારે અન્યો માટે ઓનલાઈન દર્શનની સુવિધા કરાશે.ગયા વર્ષે પણ કોરોનાની સ્થિતિ વધુ ભયાનક હોવાથી મોટા ભાગનાં ગણેશ મંડળોએ ગણેશમૂર્તિ લાવવાનું ટાળ્યું હતું. મંડપમાં સાદગીપૂર્ણ પૂજા કરવામાં આવી હતી. ઉપરાંત રક્તદાન શિબિર વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વખતે કોરોના અંકુશમાં આવ્યો હોવાથી સરકારે ઘણાં બધાં નિયંત્રણો હટાવી દીધાં છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવવાનું જોખમ હોવાથી સરકાર દ્વારા વારંવાર ગિરદી નહીં કરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...