તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:પાર્લાની કોલેજમાં ઓનલાઈન ક્લાસ હેક કરી પોર્ન વિડિયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોવિડ મહામારીને લીધે હાલમાં શાળા, કોલેજોમાં ઓનલાઈન ક્લાસ લેવામાં આવી રહ્યા છે. શાળા- કોલેજોમાં જવાનું શક્ય નહીં હોવાથી વિદ્યાર્થીઓ ઘરમાંથી જ ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી રહ્યા છે, પરંતુ હેકર્સ દ્વારા તેમાં પણ અશ્લીલતા આચરવામાં આવી રહી છે. ટેક્નિકલ માર્ગનો ઉપયોગ કરીને હેકર્સ ઓનલાઈન ક્લાસમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. વિલે પાર્લે ખાતે એક પ્રતિષ્ઠિત કોલેજમાં ઓનલાઈન ક્લાસમાં આવી જ એક શરમજનક ઘટના બની છે, જેની હવે પોલીસ ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કોલેજના ઓનલાઈન ક્લાસમાં લેક્ચર ચાલતું હતું ત્યારે સાઈબર હેકરે યંત્રણા હેક કરીને ક્લાસમાં પ્રવેશ કર્યો અને પોર્ન વિડિયો લગાવી દીધો હતો, જેને લઈ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ, પ્રોફેસરોને આંચકો લાગ્યો હતો. આ પછી ક્લાસ બંધ કરીને પ્રોફેસર દ્વારા જુહુ પોલીસમાં હેકર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જુહુ પોલીસના સાઈબર સેલના અધિકારી હવે આ પ્રકરણની તપાસ કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી સાઈબર બુલીઈંગ માટે અમુક હેકર્સ ઓનલાઈન અશ્લીલ કૃત્ય કરવું, અશ્લીલ સંભાષણ કરવું, શિક્ષકોને ગાળાગાળી કરવી જેવાં કૃત્યો કરી રહ્યા છે. ફક્ત મોજમજા માટે આવી ઘટનાઓ આચરતા હોવાનું અમુક કેસમાં બહાર આવ્યું છે.તાજેતરમાં સાકીનાકા ખાતે એક ખાનગી ક્લાસ ચાલતો હતો ત્યારે સાઈબર બુલીઈંગ માટે અશ્લીલ કૃત્ય કરવા પ્રકરણે રાજસ્થાનથી એક પોલીસ અધિકારીની સગીર પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...