ભાસ્કર વિશેષ:ફરિયાદો માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ, PI હાઉસિંગ સોસાયટીની ફરિયાદો દાખલ કરશે અને મુશ્કેલી સમજી લેશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાઉસિંગ સોસાયટીઓની ફરિયાદનો ઉકેલ લાવવા માટે મુંબઈનાં દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્વતંત્ર પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ) સ્તરનો અધિકારી રખાશે, એમ મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યું હતું. મુંબઈમાં લગભગ હાઉસિંગ સોસાયટીઓમાં મેમ્બરો વચ્ચે એક યા બીજો વિખવાદ સતત ચાલ્યા કરે છે. તેને ધ્યાનમાં રાખીને કમિશનરે આ ઘોષણા કરી છે.સંજય પાંડેએ રવિવારે પેસબુક લાઈવ કરીને વિવિધ મુદ્દાઓ પર માહિતી આપી હતી. તેમાં મુંબઈની હાઉસિંગ સોસાયટીઓના મેમ્બરો માટે મોટી ઘોષણા કરી છે.

આ મેમ્બરોની ફરિયાદો દાખલ કરી લેવા માટે અને તેમની મુશ્કેલીઓ સમજી લેવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્વતંત્ર પીઆઈ હશે, એમ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત મુંબઈગરા માટે સિટીઝન ફોરમની સ્થાપના પણ કરવામાં આવશે.મુંબઈના ઘાટકોપર ખાતે હાઉસિંગ સોસાયટીના મેમ્બરોએ પોલીસ સ્ટેશનમાં ચેરમેન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને પાંડેએ આ નિર્ણય જાહેર કર્યો છે. ઘાટકોપરમાં મ્હાડાની હાઉસિંગ સોસાયટીના ચેરમેને બેઠકની મિનિટ્સમાં ફેરફાર કર્યો હોવાની ફરિયાદ મેમ્બરોએ કરી હતી.

સોસાયટીના ચેરમેન મિનિટ્સમાં ફેરફાર કરીને મેમ્બરો વિશે અપશબ્દનો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં મેમ્બરોએ પોલીસ સ્ટેશનમાં દોટ મૂકી હતી. પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ પરથી પાંડેએ દરેક પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદો સાંભળવા, સમજવા અને દાખલ કરવા પીઆઈ સ્તરના અધિકારીની નિમણૂક કરવામાં આવશે એવી મહત્ત્વપૂર્ણ ઘોષણા કરી છે.

સિટીઝન ફોરમની સ્થાપના
દરમિયાન મુંબઈ પોલીસના 12 વિભાગ છે. ઉપરાંત પાંચ ઉપ- વિભાગ છે. સિટીઝન ફોરમની એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. મુંબઈગરાએ તે વેબસાઈટ બનાવ છે. મુંબઈસીએફ.ઈન વેબસાઈટની વિઝિટ કરીને સૂચનો કરી શકાશે, એમ પાંડેએ જણાવ્યું હતું. તેમણે સિટીઝન ફોરમની પ્રથમ બેઠક 18 મેના રોજ સાંજે 6થી 7 વચ્ચે યોજાશે એવી માહિતી પણ આપી હતી. પ્રથમ બેઠક મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં યોજાશે. આગામ બેઠક સિટીઝન ફોરમના સભ્યોએ લેવાની રહેશે, એમ પાંડેએ જણાવ્યું હતું. દરમિયાન પાંડેએ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, ટુવ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરવું એવો અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...