ટેરર મોડ્યુલ પર્દાફાશ કેસ:ટેરર મોડ્યુલ પર્દાફાશ કેસમાં વધુ એક આતંકવાદીની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને વધુ તપાસ માટે દિલ્હીની સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો

મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)અને મુંબઇ ક્રાઇમ બ્રાંચની એક સયુક્ત ટીમે દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાન સંગઠિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરવાના કેસમાં મુંબઈથી વધુ એક આતંકવાદીની ધરપકડ કરી છે. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝાકીર શુક્રવારે રાત્રે એક ઓપરેશન દરમિયાન ઉપનગરીય જોગેશ્વરીથી પકડાયો હતો. બાદમાં તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મંગળવારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા તાલીમ પામેલા બે આતંકવાદીઓ સહિત છ આતંકવાદીઓની ધરપકડ સાથે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે આતંકવાદીઓએ દેશભરમાં અનેક વિસ્ફોટો કરવાનું કાવતરું ઘડ્યું હતું. છ આતંકવાદીઓમાંથી એક મોહમ્મદ જાન શેખ મુંબઈના ધારાવીનો રહેવાસી છે.

સૂત્રોએ જણાવ્યું કે પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન ઝાકીરનું નામ સામે આવ્યું હતું.જાન મહંમદનો હેન્ડલર : મહારાષ્ટ્ર એટીએસના સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ઝાકિરનું આખું ઝાકીર હુસેન શેખ છે, ઝાકિર મુંબઈના જાન મોહમ્મદનો હેન્ડલર હતો. ઝાકિર લાંબા સમયથી અંડરવર્લ્ડના સ્લીપર સેલ તરીકે કામ કરતો હતો અને ઝાકીર, જાન મોહમદને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો.

ઝાકિરના કહેવાથી જાન મોહમ્મદ દિલ્હી જવા રવાના થયો હતો. ઝાકિરને મુંબઈની શિવરી સ્પેશિયલ કોર્ટમાં હાજર કરીને કસ્ટડી બાદ સ્પેશિયલ સેલ દિલ્હી જવા રવાના કરાયોછે. ઝાકિર આતંકી મોડ્યુલ સાથે મહત્ત્વની કડી હોવાનું કહેવાય છે, મહારાષ્ટ્ર એટીએસે કહ્યું હતું કે, તેણે પકડાયેલા આતંકવાદી જાન મોહમ્મદ ઉર્ફે સમીર કાલિયાને શસ્ત્રો અને વિસ્ફોટકો મુંબઈ લાવવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...