તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:મહામારી સામે ફરજ બજાવતાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત

મુંબઇ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એરપોર્ટ પર સહાર પોલીસ સ્ટેશનમાં 32 કોરોનાના દર્દી મળ્યા

મુંબઇમાં વધુ એક પોલીસનું કોવિડ -19 મહામારીના કારણે મુત્યું થયું છે. આ સાથે, મુંબઇ પોલીસના પાંચ જવાનોનાં સંક્રમણને લીધે અત્યાર સુધી મોત નીપજ્યું છે, જ્યારે રાજ્યના પોલીસ દળમાં મૃત્યુઆંક આઠ પર પહોંચી ગયો છે. દરમિયાન એરપોર્ટ પર સ્થિત સહાર પોલીસ સ્ટેશનમાં 32 જણને કોરોના હોવાનું જણાયું છે. મુંબઈ પોલીસના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ)નું મોત કોવિડ -19ને કારણે થયું હતું, એમ પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મૃતક એએસઆઈ શિવરી પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતો અને સંક્રમણ અંગે હકારાત્મક પરીક્ષણ આવ્યા બાદ સારવાર લઈ રહ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.મહારાષ્ટ્ર પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એએસઆઈના મોત અંગે ટ્વીટ કર્યું હતું.  પોલીસ વિભાગના એક નિવેદનમાં જણાવાયું છે કે, “શિવરી પોલીસ સ્ટેશન, મુંબઈના એએસઆઈએ પોતાનો જીવ કોરોના વાઈરસથી ગુમાવ્યો છે. તેના આત્માને શાંતિ મળે. ડીજીપી અને મહારાષ્ટ્ર પોલીસના તમામ રેન્કના અધિકારીઓ વાઘમરે પરિવાર પ્રત્યે સંવેદના પાઠવે છે, પોલીસ વિભાગના એક નિવેદનમાં જણાવાયું છે. આ સાથે, મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં કોરોના વાઈરસને કારણે થયેલો કુલ મૃત્યુઆંક આઠ પર પહોંચી ગયો છે જેમાં મુંબઈના પાંચ અને પૂના, સોલાપુર અને નાસિક ગ્રામીણમાંથી એકનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સંક્રમિત થયેલા કુલ પોલીસ કર્મચારીઓની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે, જ્યારે ફક્ત મુંબઈ પોલીસ વિભાગમાં કોરોનાવાયરસને કારણે 40 થી વધુ પોલીસ અસરગ્રસ્ત છે.દરમિયાન વિલે પાર્લેના ભાજપના વિધાનસભ્ય પરાગ અળવણીએ સહાર પોલીસ સ્ટેશનમાં 32ને કોરોના લાગુ થયો હોવાથી પોલીસ સ્ટેશનના બધાની તપાસ કરવા માટે માગણી કરી છે. ખાસ કરીને આ પોલીસ સ્ટેશન હેઠળ જ એરપોર્ટ આવતું હોવાથી અને કાર્ગોને લીધે મોટે પાયે લોકોની અવરજવર થતી હોવાથી સેવા આપતા પોલીસ કર્મચારીઓ હાઈ રિસ્કમાં આવે છે, જેથી બધાની તુરંત તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો