આરોપીઓની સંખ્યા 117 થઈ:પવારના ઘર પર થયેલા આંદોલન મામલે વધુ એકની ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ હુમલાના ષડયંત્રમાં અજીતનો મહત્વનો સહભાગ હોવાનો આરોપ

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પર કરવામાં આવેલા આંદોલન પ્રકરણે ગાવદેવી પોલીસે અજીત મગરે નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ હુમલાના ષડયંત્રમાં અજીતનો મહત્વનો સહભાગ હોવાનો આરોપ છે.

આ પ્રકરણમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા હવે 117 થઈ છે. કોર્ટે અજીત મગર અને આ પહેલાં ધરપકડ કરવામાં આવેલા બીજા આરોપી સંદીપ ગોડબોલેના 19 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડી સંભળાવી છે. શરદ પવારના નિવાસસ્થાને 8 એપ્રિલના બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે એસટી કર્મચારીઓએ પથ્થર અને ચપ્પલ ફેંકી હતી.

પોલીસે આ પ્રકરણે અજીત મગરે નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. અજીત મગરે સહિત આ પહેલાં ધરપકડ કરવામાં આવેલા ચંદ્રકાંત સૂર્યવંશી, અભિષેક પાટીલ અને સંદીપ ગોડબોલે નામના આરોપીઓની કસ્ટડી પૂરી થતી હોવાથી કોર્ટમાં હાજર કર્યા હતા. એ સમયે સરકારી વકીલે અજીત હુમલાના ષડયંત્રમાં સહભાગી હતો.

ગોડબોલે ખાસ આ હુમલા માટે નાગપુરથી મુંબઈ આવ્યો હતો અને 7 એપ્રિલના થયેલી બેઠકમાં હજાર હતો એમ કોર્ટને જણાવ્યું હતું. સરકારી પક્ષની માગણી માન્ય કરીને અજીત મગરે અને ગોડબોલેની પોલીસ કસ્ટડી 19 એપ્રિલ સુધી વધારવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આરોપી અભિષેક પાટીલ અને ચંદ્રકાંત સૂર્યવંશીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

111 આરોપીઓ માટે આજે જામીન અરજી
દરમિયાન ગાવદેવી પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનામાં જામીન મળે એ માટે વકીલ ગુણરત્ન સદાવર્તે તરફથી તેના વકીલે જામીન માટે અરજી દાખલ કરી હતી. પોલીસ તરફથી સરકારી વકીલે આ જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. એ પછી કોર્ટે એડવોકેટ સદાવર્તેના જામીન નકાર્યા હતા. ગુનામાં ધરપકડ કરવામાં આવેલા 111 આરોપીઓ માટે સોમવારે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...