ખળભળાટ:અમૃતા ફડણવીસ અને ડ્રગ તસ્કરનો ફોટો મૂકીને મલિકનો વધુ એક ધડાકો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૃતાના એક ગીતનો તે ફાઈનાન્સ હેડ હતો એવો દાવો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ નેતા અને રાજ્યના લઘુમતી મંત્રી નવાબ મલિકે આર્યન ખાન ડ્રગ્ઝ પ્રકરણમાં અત્યાર સુધી અનેક રહસ્યોદઘાટન કર્યા છે. સોમવારે ફરીથી મલિકે એક ટ્વિટ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસનો એક ફોટો ટ્વિટ કર્યો હતો. નવાબ મલિકે રાજકીય વિશ્લેષકોએ કરેલા એક ટ્વિટનો આધાર લઈને ભાજપને લક્ષ્ય કર્યો હતો. તેમણે ટ્વિટર પર અમૃતા ફડણવીસનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં અમૃતા ફડણવીસ સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ ડ્રગ્ઝ પેડલર હોવાનો દાવો કરવામાં આવે છે.

ચાલો ભાજપ અને ડ્રગ્ઝ પેડલરોના સંબંધો પર વાત કરીયે એમ જણાવતા નવાબ મલિકે આ ફોટો ટ્વિટ કર્યો હતો. બીજી એક ટ્વિટમાં આ વ્યક્તિનું નામ જયદીપ રાણા હોવાની માહિતી મલિકે આપી હતી. ટી-સીરિઝે એક ગીત રીલિઝ કર્યું હતું. એમાં અમૃતા ફડણવીસે ગીત ગાતા અભિનય પણ કર્યો હતો. તેમ જ તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, તત્કાલીન નાણા મંત્રી સુધીર મુનગંટીવારે અભિનય કર્યો હતો. તેથી જયદીપ અમને ક્યારેય મળ્યો નથી એવો બચાવ તેઓ કરી શકશે નહીં.

જયદીપ રાણા સાબરમતી જેલમાં
મેં જયદીપ રાણાનો ફોટો શેર કર્યો છે. એક મરાઠી વેબ પોર્ટલે આપેલા સમાચારમાં વર્મા નામની એક વ્યક્તિએ આ માહિતી આપી છે. મેં ટ્વિટ કરેલો ફોટો જયદીપ રાણાનો છે અને અત્યારે એ સાબરમતી જેલમાં છે. રાણાના ફડણવીસ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. રાણા ડ્રગ પેડલર છે. આ પ્રકરણ રાજ્યના ડ્રગ વ્યવસાય સાથે સંબંધિત છે એમ મલિકે જણાવ્યું હતું. અમૃતા ફડણવીસે ગાયેલ મુંબઈની નદીઓના સંવર્ધન બાબતના ગીતનો એ ફાઈનાન્સ હેડ હતો એવો દાવો મલિકે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...