કાર્યવાહી:કરોડોના શિક્ષક પાત્રતા પરીક્ષા ગોટાળામાં વધુ એકની ધરપકડ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાને કારણે તપાસમાં અવરોધઃ આરોપીઓ અને પોલીસોને કોરોના

2018 અને 2019માં લાખ્ખો રૂપિયા લઈને શિક્ષક પાત્રતા પરીક્ષામાં પાસ કરવાના મહાકૌભાંડમાં પુણે સાઈબર પોલીસે નાશિકથી આરોગ્ય વિભાગના એક ટેક્નિશિયન અને ચાલીસગાવ ખાતેથી જિલ્લા પરિષદની શાળાના એક શિક્ષકની ધરપકડ કરી છે. આ બંનેએ 350 પરીક્ષાર્થીઓ પાસેથી આશરે રૂ. 3.85 કરોડ લઈને એજન્ટ મારફત મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ સંબંધે પોલીસે સુરંજિત ગુલાબ પાટીલ અને સ્વપ્નિલ તીરસિંગ પાટીલની ધરપકડ કરી છે. બીડથી વિજય નાગરગોજેની પણ ધરપકડ કરી છે, પરંતુ તેને કોરોના હોવાની શંકા પરથી તબીબી તપાસ કરવામાં આવી રહી છે.સુરંજિત આરોગ્ય વિભાગમાં ટેક્નિશિયનનું કામ કરતો હતો. તે ટીઈટી ગુનાના ડો. દેશમુખના બે એજન્ટ સંતોષ હરકળ અને અંકુશ હરકળના સંપર્કમાં હતો.

2018-19ની ટીઈટી પરીક્ષામાં બેઠેલા 200 વિદ્યાર્થીઓ પાસેથી પ્રત્યેકી રૂ. 1.10 લાખ મળી રૂ. 2.35 કરોડ ભેગા કરીને મુખ્ય આરોપી મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદના સંચાલક તુકારામ સુપે, શિક્ષણ વિભાગના સલાહકાર અભિષેક સાવરીકર, ડો. પ્રીતિશ દેશમુખને આપવા હરકળ પાસે આપ્યા હતા.

આ જ રીતે આરોપી સ્વપ્નિલ પાટીલે પણ 150 પરીક્ષાર્થી પાસેથી પ્રત્યેકી રૂ. 1.10 લાખ મળી રૂ. 1.50 કરોડ એજન્ટ થકી આરોપીઓને આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ગુનામાં હમણાં સુધી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવીછે. રૂ. 4.68 કરોડનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે.મંત્રીની નજીકની વ્યક્તિ સુધી રેલો : મ્હાડા ભરતી પરીક્ષાના પેપર લીડ પ્રકરણે તપાસ અને પુરાવા પરથી રાજ્યના એક નામાંકિત મંત્રીની નજીકની વ્યક્તિ સુધી રેલો પહોંચ્યો છે.

5 આરોપી, 5 પોલીસને કોરોના
દરમિયાન આરોગ્ય ભરતી, મ્હાડા, ટીઈટી ગોટાળામાં સસ્પેન્ડેડ કમિશનર તુકારામ સુપે, જીએ કંપનીના મેનેજર અશ્વિનકુમાર શિવકુમાર, આશુતોષ શર્મા, નિશિદ ગાયકવાડ, રાહુલ લિંઘોટને કોરોના લાગુ થયો છે. ઉપરાંત ડીસીબી સહિત પાંચ પોલીસને પણ કોરોના લાગુ થયો છે, જેને કારણે પૂરઝડપે ચાલી રહેલી તપાસમાં બ્રેક લાગી ગયો છે.

સૂત્રધારે મોટી માયા વસાવી
મ્હાડા ભરતી અને શિક્ષક પાત્રતા પરીક્ષામાં મુખ્ય આરોપી જીએ સોફ્ટવેર ટેકનોલોજીના ડાયરેક્ટર ડો. પ્રીતિશ દેશમુખે છેલ્લાં ત્રણ- ચાર વર્ષમાં ગેરરીતિ કરેલા પૈસામાંથી વર્ધા ખાતે મોકાની જગ્યામાં 9 એકર ખેતજમીન, આલીશાન મર્સિડીઝ વસાવી છે. રૂ. 18-20 લાખના એકરના દરે તેણે આ જમીન લીધી છે.

અન્ય સમાચારો પણ છે...