જાહેરાત:દુકાનો પર મરાઠી પાટિયાં કરવા એક મહિનાની મુદત

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો તે પછી અમલ નહીં કરાય તો દંડાત્મક કાર્યવાહી

રાજ્યમાં દુકાનો અને આસ્થાપનાઓનાં પાટિયાંઓ મરાઠીમાં કરવા હવે નવેસરથી એક મહિનાની મુદત આપવામાં આવી છે. આ મુદતમાં દુકાનનાં પાટિયાં મરાઠીમાં નહીં કરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો મરાઠી ભાષા મંત્રી સુભાષ દેસાઈએ આપ્યો છે.

રાજ્યમાં મરાઠી પાટિયાં અને મરાઠી વિષય અનિવાર્ય છે. મરાઠી ભાષા વિભાગે મહત્ત્વના કાયદા વિધાનમંડળમાં મંજૂર કરાવી લીધા છે અને તે કાયદાની અમલબજાવણી તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. દુકાનો અને આસ્થાપનાઓનાં પાટિયાં મરાઠીમાં કરવાની દ્રષ્ટિથી પ્રથમ બધા દુકાનદારોને અનુરોધ કરવા માટે સ્વયંસેવી સંસ્થાઓનો સાથ લેવામાં આવશે.

વિધાનમંડળમાં કાયદો કરવાથી હવે મરાઠી ભાષામાં પાટિયાંનો નિયમ થયો છે. મરાઠીમાં પાટિયાંના નિયમની અમલબજાવણી કરાવવાની જવાબદારી મહાપાલિકા અને નગરપાલિકાને સોંપવામાં આવી છે.રાજ્યની દુકાનોનાં પટિયાં મરાઠીમાં જ હોવી જોઈએ એવો વટહુકમ કોંગ્રેસ- રાષ્ટ્રવાદી સરકારના કાર્યકાળમાં 31 મે, 2008માં કાઢવામાં આવ્યો હતો. આ પછી અમુક સંગઠનોએ આક્રમક બનીને અમુક દુકાનનાં પાટિયાં તોડી નાખ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...