કોરોનાને હરાવ્યો:એક મહિનાના નવજાતે કોરોનાને માત આપી, એપ્રિલમાં બે મહિનાના બાળકે કોરોના પર માત આપી હતી

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં એક બાજુ કોરોનાના દરદીઓ વધી રહ્યા હોવાથી લોકોને ચિંતા સતાવી રહી છે ત્યારે બીજી બાજુ દિલાસો આપતી એક ઘટનામાં સાયન હોસ્પિટલમાં એક મહિનાના નવજાતે કોરોનાને માત આપી છે. કોરોના પર માત આપ્યા પછી નવજાતને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. નર્સ, ડોક્ટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ તાળીઓ વગાડીને નવજાત અને તેની માતાને ભાવિ જીવન માટે શુભેચ્છા આપી હતી.કોરોના પર માત આપનાર આજ સુધીનું આ સૌથી નાનું ઉંમરનું નવજાત નીવડ્યું છે. આ વિડિયો વાઈરલ થતાં નેટિઝન્સ દ્વારા પણ સાયનના ડોક્ટરો અને અન્યોની સરાહના કરવામાં આવી રહી છે.એપ્રિલમાં બે મહિનાના બાળકે કોરોના પર માત આપી હતી. 22 એપ્રિલના રોજ એક બાળક, તેની ત્રણ વર્ષની બહેન અને માતાને સૈફી હોસ્પિટલમાંથી સાજા થતાં રજા અપાઈ હતી. ઈન્દોરમાં બે મહિનાના બાળકે કોરોના પર માત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...