તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બોઈસરની ફેક્ટરીમાં આગ બાદ વિસ્ફોટમાં એકનું મોત ,છ ઘાયલ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોઈલરમાં થયેલા વિસ્ફોટનો અવાજ ત્રણ કિલોમીટર સુધી ગૂંજ્યો હતો

પાલઘર જિલ્લાના બોઇસરમાં કાપડ બનાવતી ફેક્ટરીમાં શનિવારે સવારે આગ લાગ્યા બાદ વિસ્ફોટમાં એક કામદારનું મોત થયું હતું અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. કામદારોએ બોઇસર એમઆઇડીસી પોલીસને જણાવ્યું કે તેમનો એક સાથી ગુમ છે.

એમઆઇડીસી તારાપુર સ્થિત જાખરીયા ફેબ્રિક લિમિટેડમાં સવારે 6 વાગ્યે આગ લાગી હતી. અહેવાલો સૂચવે છે કે બોઈલરમાં વિસ્ફોટ થયો હતો, તેના કારણે કોટન કાપડ ઉત્પાદન એકમમાં આગ લાગી હતી. એક કામદાર મિથિલેશ રાજવંશીનો મૃતદેહ એકમની અંદરથી મળી આવ્યો હતો. તે ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો.

કામદારો ગણેશ પાટિલ, અરવિંદ યાદવ, મુરલી ગૌતમ, અમિત યાદવ, મુકેશ યાદવ અને ઉમેશ રાજવંશી દાઝી ગયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કામદારોએ પોલીસને જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે કામ કરતા આઠ માણસોમાં એક મજૂર છોટેલાલ સરોજ ગાયબ હતો. તેને શોધવા માટે શોધખોળ ચાલતી હતી. નજરે જોનારાઓએ પોલીસને જણાવ્યું કે, વિસ્ફોટનો અવાજ ફેક્ટરીથી ત્રણ કિલોમીટરની આસપાસ સંભળાયો હતો. આગને કાબૂમાં લેવામાં આવી હોવાનું ફાયરમેને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...