તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બાંદરામાં એક મકાનની દીવાલ ધરાશાયી: એકનું મોત, 5 ઘાયલ

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 11 નાગરિકોને ઉગારી લેવામાં આવ્યા

મુંબઇના બાંદરા- ઈસ્ટમાં ખેરવાડી રોડ પર રઝાક ચાલની ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની ઈમારતની દીવાલ બાજુમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળના મહેંક શોપના મકાન પર ધરાશાયી થતાં એક જણનું મોત નીપજ્યું હતું, જયારે એક મહિલા સહિત પાંચ જણ ઘાયલ થયા છે, એમ મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

આ ઘટના સોમવારે બપોરે લગભગ 1.45 વાગ્યે બની હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 11 નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક સ્થાનિકોએ છ જણનો બચાવ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. બચાવવામાં આવેલા લોકોને અને ઈજાગ્રસ્તોને બાંદરાની ભાભા હોસ્પિટલ અને સાંતાક્રુઝની વી. એન. દેસાઇ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વી એન દેસાઇ હોસ્પિટલના અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રિયાઝ અહેમદ (28)નું હોસ્પિટલ લાવવામાં આવે ત્યાં સુધીમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્યોમાં નૂરલ હક હૈદર અલી સૈયદ (21) ને ઈજાઓ પહોંચી હતી. અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોમાં સલમાન ખાન (24), રાહુલ ખોટ (22), રોહન ખોટ (22) અને લતા ખોટ (48) ની હાલત સ્થિર છે અને સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...