હાલાકી:મહારાષ્ટ્ર રાજ્યમાં દોઢ કરોડ નાગરિકોનું રસીકરણ થયું નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીનો એક પણ ડોઝ ન લેનાર નાગરિકોની સંખ્યામાં થાણે ટોચ પર

રાજ્યમાં કોરોના પ્રતિબંધાત્મક રસીકરણ ઝડપથી થઈ રહ્યું છે છતાં લગભગ 1 કરોડ 41 લાખ નાગરિકોએ રસીનો પહેલો ડોઝ પણ લીધો નથી. એમાં સૌથી વધુ 13 લાખ 83 હજાર નાગરિક થાણે જિલ્લાના છે. એ પછીના ક્રમે નાશિક, જળગાવ, નગર અને નાંદેડ જિલ્લા છે. કોરોનાનો ફેલાવો નવેમ્બરમાં ઓછો થયા પછી રસીકરણ કેન્દ્રોમાં થતી ગિરદી ઓછી થઈ. પણ ડિસેમ્બરમાં ઓમિક્રોનના ડરથી ફરીથી ગિરદી વધવા માંડી. જાન્યુઆરી 2021થી શરૂ થયેલ રસીકરણ ઝુંબેશમાં દરરોજ સરેરાશ વધુ રસીકરણ ડિસેમ્બરમાં થયું છે. દરરોજ સરેરાશ 8 લાખ 79 હજાર નાગરિકોને રસી મૂકવામાં આવી. રસીકરણની ઝડપ વધી છતાં હજી પણ રાજ્યમાં 15 ટકા નાગરિકોએ રસીનો પહેલો ડોઝ પણ લીધો નથી.

રાજ્યમાં પહેલો ડોઝ ન લેનારા સૌથી વધુ નાગરિકો થાણેના છે. એ પછી નાશિકમાં લગભગ 11 લાખ 40 હજાર, જળગાવમાં 8 લાખ 56 હજાર, નગરમાં 8 લાખ 45 હજાર અને નાંદેડમાં 8 લાખ 16 હજાર નાગરિકોએ રસીનો પહેલો ડોઝ લીધો નથી. રત્નાગિરી, વર્ધા, ભંડારા અને સિંધુદુર્ગ છોડીને બાકીના તમામ જિલ્લાઓમાં આ પ્રમાણ એક લાખથી વધારે છે. સૌથી ઓછી સંખ્યા 30 હજાર સિંધુદુર્ગમાં છે. કોવિનના આંકડા અનુસાર મુંબઈમાં રસીનો પહેલા ડોઝનું રસીકરણ 106 ટકા પર ગયું છે.

પુણેમાં કોવિશિલ્ડ માટે રાહ જોવાય છે : રાજ્યમાં 51 ટકા નાગરિકોએ રસીના બંને ડોઝ લીધા છે. એમાં કોવિશિલ્ડના બીજા ડોઝની મર્યાદા વધુ હોવાથી 89 લાખ 46 હજાર નાગરિકો રસીના બીજા ડોઝની રાહ જુએ છે.

કોવેક્સિન માટે 12 લાખ જણ રાહ જુએ છે
રાજ્યમાં લગભગ 12 લાખ 23 હજાર નાગરિકો કોવેક્સિનના બીજા ડોઝની રાહ જુએ છે. એમાં સૌથી વધુ લગભગ 99 હજાર નાગરિક ગોંદિયામાં રાહ જુએ છે. એ પછીના ક્રમે બુલઢાણા, પુણે, ભંડારા અને મુંબઈ જિલ્લાનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...