તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટિકલ:ઓબીસી અનામત પ્રશ્ને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર તરફ ઈશારો કર્યો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પછી જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓના મુદ્દા પર રાજ્યમાં રાજકારણ તપ્યું છે. આ જ સંદર્ભે રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને પૂછ્યું ત્યારે આ પત્રનો મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો. તેમણે ઓબીસી અનામતનો મુદ્દો અને ચૂંટણીનો નિર્ણય અનુક્રમે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચના હાથમાં છે.

ઓબીસી અનામતના મુદ્દા પરથી પોતાનો પક્ષ રજૂ કરતા મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટની રિટ અરજી (સિવિલ) ક્ર.980/2019 અને અન્યમાંની તારીખ 4 માર્ચ 2021ના આદેશ અનુસાર 6 જિલ્લા પરિષદો અને 27 પંચાયત સમિતિઓમાં નાગરિકો પછાતવર્ગમાંથી ચૂંટાઈ આવેલા ઉમેદવારોની ફેરચૂંટણી બાબતે આદેશ આપ્યો છે. એને અનુસરીને રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે એમ જણાવ્યું છે.

ટાસ્ક ફોર્સ સહિત દેશના વિવિધ નિષ્ણાતો અને મેડિકલ સંસ્થાઓએ સૂચિત કર્યા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના સંક્રમણની શક્યતા અને આ બાબતે કેન્દ્ર સરકાર મારફત સાવચેતી રાખવાની માર્ગદર્શન/સૂચના ધ્યાનમાં લેતા આ ચૂંટણીઓ યોજવામાં આવે તો વાયરસનો ફેલાવો વધતા પ્રશાસન પર ભારે તાણ આવી શકે છે.

પછાતપણુ નિશ્ચિત કરવા ઈમ્પિરીકલ ડેટા જરૂરી
થોડા દિવસ પહેલાં વડાપ્રધાન સાથે દિલ્હીમાં થયેલી મુલાકાતમાં અમે અન્ય પછાતવર્ગ અનામત પ્રકરણે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લીધે ઉદભવેલી પરિસ્થિતિમાંથી કાયમીસ્વરૂપ બંધારણીય માર્ગ કાઢવો એવી વિનંતી કરી છે. આ વર્ગના રાજકીય પ્રતનિધિત્વ માટે પછાતપણુ નિશ્ચિત કરવા ઈમ્પિરીકલ ડેટા જરૂરી છે. આ ડેટા કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળ છે અને એની માહિતી રાજ્ય સરકારને મળશે તો અનામત માટે અભ્યાસ કરીને એ ચોક્કસ આગળની કાર્યવાહી કરી શકાશે એમ અમે વડાપ્રધાનને વિનંતી કરીને જણાવ્યું છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...