તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ધ મુંબઈ ઝૂ પેજ પર હવે ઘેરબેઠાં રાણીબાગનાં દર્શન કરી શકાશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં કોરોના મહામારીને કારણે રાણીબાગ બંધ હોવાથી પ્રશાસન દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય

કોરોનાની બીજી લહેરમાં ભાયખલા સ્થિત વીરમાતા જિજાબાઈ ભોસલે પ્રાણી સંગ્રહાલય (રાણીબાગ)ને પણ તાળાં મારવામાં આવ્યાં છે. જોકે પર્યટકોને ઘેરબેઠાં રાણીબાગની વિવિધતાનાં દર્શન થાય તે માટે પ્રાણી સંગ્રહાલય પ્રશાસને ઓનલાઈન માધ્યમના આધારે સોશિયલ મિડિયા પર ધ મુંબઈ ઝૂ નામે પેજ શરૂ કર્યું છે. આ અંતર્ગત સંગ્રહાલયનાં પ્રાણી, પક્ષીઓની માહિતી, વિવિધ તસવીરો, વિડિયો તેમ જ વનવિશ્વ પર વ્યાખ્યાન અને મુલાકાતના માધ્યમથી રાણીબાગ ઘેર ઘેર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાણીબાગમાં પ્રવેશ કરતાં જ વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય, ધ મુંબઈ ઝૂ નામે મોટું ફલક દેખાય છે. ધ મુંબઈ ઝૂ રાણીબાગની નવી ઓળખ હવે સોશિયલ મિડિયા પર પણ જોવા મળે છે. રાણીબાગનાં વિવિધ પ્રાણી- પક્ષીઓનો નિત્યક્રમ, દિવસભર બનેલા મજેદાર કિસ્સાઓની તસવીરો, વિડિયો આ પેજ પર પોસ્ટ કરવામાં આવે છે. પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિની માહિતી, તેના ઈતિહાસનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ જ રીતે દિન વિશેષનું નિમિત્ત સાધીને અભ્યાસકો સાથે ચર્ચા, મુલાકાતોનું આયોજન પણ કરવામાં આવે છે.

ભારતનો અમૃત મહોત્સવ
14 માર્ચે કોળી બચાવો દિવસ નિમિત્તે કોળી અભ્યાસક રાજેશ સાનપનું વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું હતું, જ્યારે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી આયોજિત કરવામાં આવેલા ભારતના અમૃત મહોત્સવ ઉપક્રમની શરૂઆત પણ પ્રાણી સંગ્રહાલયના આ મંચ પર કરવામાં આવી. તેમાં હાથીના અભ્યાસુ આનંદ શિંદેએ એક સંવાદ હાથી સાથે વિષય પર માર્ગદર્શન કર્યું હતું, જ્યારે ડો. પ્રાચી મહેતાએ હાથી- સંઘર્ષ અને સંવર્ધન વિષય પર વ્યાખ્યા આપ્યું હતું. આથી હાલમાં રાણીબાગ બંધ હોવા છતાં નિસર્ગ અને પ્રાણીપ્રેમીઓ ઘેરબેઠાં તેનાં દર્શન કરી શકે છે.

પ્રાણીપ્રેમીઓનો ઉત્સ્ફૂર્ત પ્રતિસાદ
દરમિયાન આ ઉપક્રમનો 15 ફેબ્રુઆરીથી આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાણીપ્રેમીઓ દ્વારા ઉત્સ્ફૂર્ત પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. રાણીબાગનો 160 વર્ષનો ઈતિહાસ છે. તેની જૈવવૈવિધ્યતા લોકો સુધી પહોંચે એવો આ પાછળનો ઉદ્દેશ છે. ઈતિહાસની વાસ્તુ, પ્રાણીઓનો નૈસર્ગિક આવાસ, દુનિયાભરની વનસ્પતિ, ઝાડનો અભ્યાસ કરવા માટે આ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે, એમ સંગ્રહાલયના જીવશાસ્ત્રજ્ઞ અભિષેક સાટમે જણાવ્યું હતું.

મધર્સ ડે પર હિપ્પોનો વિડિયો
હાલમાં મધર્સ ડે પર રાણીબાગમાં માતા-પુત્રનો સંબંધ ધરાવતા હિપ્પોપોટેમસનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં માતાનું નામ શિલ્પા, જ્યારે તેના બાળકનું નામ ગણપત હોવાની નોંધ કરવામાં આવી છે. તેમના સંબંધને ઓનલાઈન પર્યટકોએ ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો, જ્યારે વૈશ્વિક પક્ષી સ્થળાંતર દિવસ નિમિત્તે પક્ષીઓની જેમ ગાઓ, ઊડો- ઊંચાઈ પર વિહાર કરો એ સંકલ્પના લેવામાં આવી હતી.

આ અંતર્ગત પક્ષીઓના સ્વભાવની હકારાત્મકતા માનવી જીવનમાં આચરણમાં લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ જ રીતે દર વર્ષે રાજ્યમાં મળી આવતાં અમુક સ્થળાંતરિત પક્ષીઓની તસવીરો પણ પોસ્ટ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...