તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈમાં શનિવારની હવાનો ગુણવત્તા નિર્દેશાંક (એર ક્વોલિટી ઈન્ડેક્સ) સફર સંસ્થાની પ્રણાલી અનુસાર મધ્યમ સ્વરૂપનો હતો. આ એર કવોલિટી ઈંડેક્સ શુક્રવારની સરખામણીએ ઘણો રાહતદાયક હતો. બંધી હોવા છતાં નાગરિકોએ મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં બોમ્બ, રોકેટ, લવંગિયાની માળ જેવા ફટાકડાઓ ફોડ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મુંબઈગરાઓને લક્ષ્મીપૂજનના દિવસે ખાનગી ક્ષેત્રમાં હળવા પ્રકારના એટલે કે ફુલઝડી અને દાડમ ફટાકડાઓનો ઉપયોગ કરવાની પરવાનગી હતી. જો કે આ બંધી પર દુલર્ક્ષ કરવામાં આવ્યાનું લક્ષ્મીપૂજનના દિવસે ધ્યાનમાં આવ્યું હતું.
આ વર્ષે ફટાકડાઓનું પ્રમાણ દર વર્ષની સરખામણીએ ઓછું હતું. છતાં કાનના પડદા ફાડી નાખે, વધુ પ્રદૂષણ કરે એવા ફટાકડા ફોડવામાં નહીં આવે એવો અંદાજ ખોટો પડ્યો. ગલ્લીમાં ગલ્લીમાં ફટાકડાઓના સ્ટોલ હોવાથી અને વેચાણ પર કોઈ પણ બંધી ન હોવાથી નાગરિકોએ ફટાકડાઓની ખરીદી કરી અને લક્ષ્મીપૂજન પછી બોમ્બ વગેરે ફટાકડાઓ પણ ફોડ્યા. તેથી આટલા દિવસ પ્રદૂષણનો સામનો ન કરનારા મુંબઈગરાઓને આંખમાં બળતરાનો અનુભવ થયો. વાતાવરણમાં અચાનક પ્રદૂષણમાં થયેલા વધારાથી હેરાનગતિ થઈ. છેલ્લા અનેક મહિનાઓની સરખામણીએ શાંત વાતાવરણ હોવાથી અવાજ કરતા ફટાકડાઓને લીધે ધ્વનિ પ્રદૂષણ વધારે જણાયું.
અવાજ ફાઉન્ડેશનના સંસ્થાપક સુમૈરા અબ્દુલીએ સાંજે સાત-સાડા સાત પછી ફટાકડાઓનો અવાજ સંભળાવા લાગ્યાનું સ્પષ્ટ કર્યું હતું. છેલ્લા બે વર્ષમાં ફટાકડાઓ ઓછા થયા છે એમ લાગતુ હતું ત્યારે રાત્રે મોડેથી ફટાકડાઓ ફોડવાનું પ્રમાણ વધ્યું હોવાનું જણાયું.નાગરિકોમાં જાગૃતિ : વ્યાપારનો પરિસર, નાની ચાલીઓમાં ફટાકડાઓ ફોડવામાં આવી રહ્યા હતા. સતત કરેલી હાકલ, બંધી અને પ્રતિબંધની પાર્શ્વભૂમિ પર રસ્તા પર, સાર્વજનિક ઠેકાણે ફટાકડાઓ ન ફોડવાનું ધ્યાન રાખવામાં આવ્યું.
તારદેવ, મુંબઈ સેંટ્રલ, ગ્રાન્ટ રોડ પરિસરમાં ગયા વર્ષની સરખામણી આ વર્ષે ફટાકડાઓ ફોડવાનું પ્રમાણ ઘણું ઓછું છે એવું નિરીક્ષણ સ્થાનિક લોકોએ નોંધ્યું હતું. સવારના અને સાંજે પણ ઘણા કાર્યાલયો, વેપારીઓએ ફટાકડાઓ ન ફોડતા શાંતીથી લક્ષ્મીપૂજન કર્યું એમ પણ ધ્યાનમાં આવ્યું. મુલુંડ, વિક્રોલી, ભાંડુપ ખાતે પણ રાત્રે 8 વાગ્યા સુધી ફટાકડાઓ ફૂટ્યા. દહિસર, બોરીવલી, થાણે, નવી મુંબઈ પરિસમાં અવાજ કરતા ફટાકડાઓનું પ્રમાણ જણાયું હતું.
અતિ ખરાબ હવાનો ડર : ઠંડીના કારણે વાતાવરણમાં પ્રદૂષકો સચવાઈ રહે છે. સફરની પ્રણાલી અનુસાર કોલાબા, માઝગાવ, ચેંબુર, બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ, અંધેરી, મલાડ, નવી મુંબઈ ખાતેની હવાની ગુણવત્તા ખૂબ ખરાબ રહે એવી શક્યતા છે. વરલી, ભાંડુપ, બોરીવલી ખાતે હવા ખરાબ હોઈ શકે છે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મુંબઈનો એર ક્વોલિટી ઈંડેક્સ : સફર સંસ્થાના આંકડાઓ અનુસાર મુંબઈમાં શનિવારે સાંજે 8 વાગ્યે હવાનો દરજ્જો મધ્યમ હતો. મુંબઈના વિવિધ પરિસરોમાં હવાનો દરજ્જો (કૌંસમા) અને સર્વાધિક પ્રદૂષકોનો નિર્દેશાંક (હાઈએસ્ટ પોલ્યુટંટ્સ ઈંડેક્સ) આમ હતો. કોલાબામાં (મધ્યમ) પીએમ 10-135, માઝગાવ (મધ્યમ) પીએમ 2.5-128, વરલી (મધ્યમ) ઓઝોન 121, ચેંબુર (મધ્યમ) પીએમ 2.5-180, બીકેસી (મધ્યમ) પીએમ 10-162, અંધેરી (મધ્યમ) પીએમ 10-127, ભાંડુપ (સંતોષજનક) ઓઝોન-92, મલાડ (મધ્યમ) પીએમ 2.5-132, બોરીવલી (મધ્યમ) પીએમ 10-117 અને નવી મુંબઈ (સંતોષજનક) પીએમ 10-88.
હવાના દરજ્જાની શ્રેણી : સારી હવા શૂન્યથી 50, સંતોષજનક 51 થી 100, મધ્યમ 101 થી 200, ખરાબ 201 થી 300, અત્યંત ખરાબ 301 થી 400, જોખમકારક 401 થી 500
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.