કાર્યવાહી:માસ્ક પહેર્યા વગર ફરતા નાગરિકો પર ઓમિક્રોન આવતા તંત્ર સખત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશાસન દ્વારા મુંબઈમાં દરરોજ ચારથી પાંચ હજાર લોકો પર કાર્યવાહી

કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનનું સંક્રમણ વિશ્વમાં ફેલાઈ રહ્યું હોવાથી મહાપાલિકા પ્રશાસન સતર્ક થયું છે. માસ્ક વિના ફરતા લોકો પર કાર્યવાહી પણ વધારવામાં આવી છે. દરરોજ પાંચેક હજાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ પ્રશાસનને પણ કાર્યવાહીનો અધિકાર આપવામાં આવ્યો છે અને કાર્યવાહીમાં ઝડપ આવી છે. મહાપાલિકા યંત્રણાએ એપ્રિલ 2020થી અત્યાર સુધી 66 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ઓમિક્રોન વેરિયેન્ટના કારણે વિશ્વમાં ચિંતા છે. કોરોનાની ત્રીજી લહેર આવે નહીં એ માટે ફરીથી પ્રતિબંધો કઠોર કરવામાં આવી રહ્યા છે.

નવા વર્ષના સ્વાગત માટે થનારી પાર્ટીઓ પર મહાપાલિકા કમિશનરે બંધી મૂકી છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાની હાકલ કરવામાં આવી છે. છતાં માસ્ક વિના ફરતા લગભગ ચારથી પાંચ હજાર લોકો પર દરરોજ દંડની કાર્યવાહી કરવામાં આવે છે. મહાપાલિકાએ અત્યાર સુધી 66 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો છે. માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલી કરવાનો અધિકાર પોલીસને પણ આપવામાં આવ્યો છે. પોલીસ તરફથી લગભગ 3 હજાર લોકો પર કાર્યવાહી થાય છે. તેથી દિવસે એકંદરે સાતથી આઠ હજાર લોકો પર કાર્યવાહી થાય છે.

કાર્યવાહીના આંકડા
છેલ્લા દોઢ વર્ષમાં મહાપાલિકાના ક્લિનઅપ માર્શલે 33 લાખ 27 હજાર 36 નાગરિકો પાસેથી 66 કરોડ 3 લાખ 37 હજાર 771 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. પોલીસ પ્રશાસને અત્યાર સુધી 7 લાખ 45 હજાર 115 કાર્યવાહી કરીને 14 કરોડ 90 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...