તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:મૂર્તિ ઘડનારને જ મંડપની ઓફફલાઈન પરવાનગી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘડેલી મૂર્તિ લાવીને વેચનારે જગ્યા ભાડે લેવી પડશે

સાર્વજનિક ગણેશોત્સવ અને નવરાત્રી માટે અનુક્રમે ગણપતિ અને માતાજીની મૂર્તિ ઘડીને એને વેચનારા મૂર્તિકારોને જ મુંબઈમાં મંડપ બાંધવા ઓફ્ફલાઈન પદ્ધતિથી પરવાનગી આપવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. ઘડેલી તૈયાર મૂર્તિ લાવીને એના વેચાણ માટે મંડપ બાંધવાની પરવાનગી આપવામાં આવશે એમ મહાપાલિકા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. તેથી તૈયાર મૂર્તિઓનું વેચાણ કરતા વ્યવસાયિકોએ જગ્યા ભાડેથી લઈને ધંધો કરવો પડશે.

ગણેશોત્સવ અને નવરાત્રી નજીક આવતા હોવાથી મુંબઈમાં ઠેકઠેકાણે ફૂટપાથો અને રસ્તા પર મંડપ ઊભા કરીને ગણપતિની મૂર્તિઓ વેચાણ માટે રાખવામાં આવે છે. કેટલાક મૂર્તિકારો મંડપ ઊભો કરીને ત્યાં જ ગણપતિ કે માતાજીની મૂર્તિ ઘડે છે અને વેચે છે. કેટલાક લોકો બહારગામથી તૈયાર મૂર્તિઓ મુંબઈ લાવે છે અને એને વેચે છે.

આ બાબતે મૂર્તિકારોએ નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા થોડા વર્ષોથી તૈયાર મૂર્તિનું વેચાણ કરતા વ્યવસાયિકોને મહાપાલિકા પાસેથી મંડપની પરવાનગી આપવામાં આવતી નથી. આ વર્ષે પણ આ વ્યવસાયિકોને મંડપ ઊભો કરવા પરવાનગી ન આપવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. મૂર્તિકારોને ઓનલાઈન પદ્ધતિથી મંડપની પરવાનગી આપવાની શરૂઆત કરવામાં આવી હતી પણ ઓનલાઈન અરજી કરતા મૂર્તિકારોએ અનેક અડચણોનો સામનો કરવો પડતો હતો.

પરિપત્રમાં વિવિધ શુલ્ક
આ સંબંધે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં વિવિધ શુલ્કનો સમાવેશ છે. આ પરિપત્ર મહાપાલિકાના 24 વોર્ડ કાર્યાલયોમાં અને મહાપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તમામ સંબંધિતોએ મહાપાલિકાની સૂચનાઓનું પાલન કરીને સહયોગ આપવો એવી હાકલ મહાપાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...