તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બે દિવસમાં ફેફસા સાજાં કર્યાનો દાવો કરનાર ડોક્ટર સામે ગુનો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની રસી સંબંધમાં સોશિયલ મિડિયા પર ગેરસમજ પણ ફેલાવી હતી

કોરોનાના દર્દીઓને જીવ મુઠ્ઠીમાં રાખીને એક બાજુ ડોક્ટરો સહિત તબીબી કર્મચારીઓ બચાવવા માટે દિવસરાત એક કરી રહ્યા છે ત્યારે થાણે જિલ્લાના અંબરનાથમાં એક ડોક્ટર કોરોના સંબંધી ખોટી માહિતી ફેલાવતો હતો અને કોવિડ સંબંધી નિયમોની પણ ઐસીતૈસી કરી નાખી હતી. પોલીસે આ ડોક્ટર સામે ગુનો દાખલ કર્યો છે, જ્યારે અન્ય એક મહિલા ડોક્ટર સામે પણ ગુનો દાખલ કર્યો છે.

અંબરનાથમાં વાંગણી ખાતે કોરોના સંક્રમણ ફેલાવવા માટે કારણભૂત બનવા માટે ડોક્ટરન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 99 ટકા ફેફસાનું સંક્રમણ થયેલા દર્દીને ફક્ત બે દિવસમાં સાજો કર્યો એવો દાવો ડોક્ટરે કર્યો હતો. ઉપરાંત કોરોના પ્રતિબંધક રસી સંબંધમાં સોશિયલ મિડિયા પર પણ ગેરસમજ ફેલાવી હતી.

કુલગાવ પોલીસે આ સંબંધે સાઈ હેરિટેજ, વડવલી સેકશન, અંબરનાથ પૂર્વમાં રહેતા એમબીબીએસ ડોક્ટર સુનિલ ભગવાન બનસોડે (52) સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડોક્ટર સામે મહારાષ્ટ્ર કોવિડ ઉપાયયોજનાની કલમ 11 અને આપત્તિ વ્યવસ્થાપન કાયદો 2005ની કલમ 51 (બી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની સાથી મહિલા ડોક્ટર ફરાર છે, જેની શોધ ચાલુ છે.

આરોપીઓએ સોશિયલ મિડિયા પર ગેરસમજ ફેલાવી હતી. આથી પોલીસ તેના શીલા ક્લિનિકમાં પહોંચી ગયા ત્યારે ડોક્ટરે પોતે માસ્ક પહેર્યો નહોતો. વળી, તેના ક્લિનિકમાં ઘણા દર્દીઓ આવ્યા હતા. ડોક્ટરના દસ્તાવેજો તપાસ કરતાં તેણે ક્લિનિકમાં કોરોનાના દર્દીઓનો ઉપચાર કરવાની પરવાનગી લીધી નહોતી. આમ છતાં તે કોરોનાના દર્દીઓને સાજા કરીશ એમ કહીને ક્લિનિકમાં એડમિટ કરતો હતો. આથી તેની સામે વિવિધ કલમો હેઠળ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...