તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાંચ કેસમાં ભીનું સંકેલવા લાંચ માગનારા 2 સામે ગુનો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ACBના PI સહિત બે માજી કર્મીને હટાવાયા

લાંચિયા સરકારી અધિકારીઓ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)નું નામ પડતાં જ સામાન્ય રીતે ફફડી ઊઠે છે, પરંતુ એક કેસમાં એસીબીના એક પીઆઈ સહિત બે ભૂતપૂર્વ કર્મચારીઓ સરકારી અધિકારી પાસેથી લાંચ લેવા માટે સપડાઈ ગયા છે. રાજ્યના બીડ જિલ્લામાં એક કેસમાં ભીનું સંકેલવા માટે એક પીઆઈ સહિત એસીબીના બે ભૂતપૂર્વ કર્મચારીઓએ લાંચ માગી હતી, જે અંગે એસીબીએ ગુનો દાખલ કર્યો છે.શેખ સમદ નૂર મહંમદ ગ્રામીણ પાણી પુરવઠા વિભાગમાં બ્રાન્ચ એન્જિનિયર તરીકે સેવા આપે છે. એપ્રિલમાં તે રૂ. 1000ની લાંચ લેતાં રંગેહાથ પકડાયો હતો.

આ કેસમાં ભીનું સંકેલવા માટે એસીબીના ભૂતપૂર્વ પીઆઈ રાજકુમાર પાડવી અને કર્મચારી પ્રદીપ વીરે અનુક્રમે રૂ. 2 લાખ અને રૂ. 50,000ની લાંચની માગણી કરી હતી.પાડવી તે કેસનો તપાસ અધિકારી હતો. શેખના સંબંધીએ એસીબીના એડિશનલ ડીજી અને એસીબીના ઔરંગાબાદ યુનિટના એસપીને જાણ કરી હતી. આથી પાડવી અને વીર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...