તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:હવે લાઈસન્સના કામકાજ માટે RTOના ધક્કા ખાવા નહીં પડે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સેવાઓ માટે આધારકાર્ડ લિન્ક કરી કાગળોની તપાસ ઓનલાઈન થશે

ડિજિટલ સહી, લર્નિંગ લાયસંસની પરીક્ષા ઘેરબેઠા શરૂ કર્યા બાદ ટૂંક સમયમાં ડુપ્લીકેટ લાઈસન્સ અને લાયસંસના રિન્યુઅલની સેવા પૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે. આ બંને સેવાઓના કાગળપત્રોની તપાસણી અને અરજી માટે અત્યારે આરટીઓમાં ધક્કા ખાવા પડે છે. આ માથાકૂટ ઓછી કરવા આધારકાર્ડ લિન્ક કરીને એની તપાસણી પણ ઓનલાઈન કરવામાં આવશે. આ સેવા પર પરિવહન વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક સેંટર તરફથી કામ ચાલુ છે.

પાકુ લાયસંસ ખોવાઈ ગયા પછી એની ડુપ્લીકેટ કોપી મેળવવા માટે પોલીસનો રિપોર્ટ કે લાઈસન્સ ખરાબ થયાની કે ખોવાઈ ગયા પહેલાંની લાયસંસની ઝેરોક્સ અને અન્ય કાગળપત્રો લાગે છે. જો સરનામુ બદલવું હોય તો એવી અરજી કરવી પડે છે. ડુપ્લીકેટ લાઈસન્સ મેળવવા માટેની સેવા ઓનલાઈન છે. તમામ કાગળપત્રો ઓનલાઈન અપલોડ કરવા પડે છે. પણ એ અપલોડ કર્યા પછી ફરીથી એની પ્રિન્ટ કાઢીને એની તપાસણી માટે આરટીઓમાં જવું પડે છે. એ પછી ડુપ્લીકેટ લાઈસન્સ ઘરે આવે છે.

લાઈસન્સના રિન્યુઅલ માટે પણ આવી જ સેવા છે. તેથી ઓનલાઈન સેવાનો ઉપયોગ કર્યા પછી કાગળપત્રોની તપાસણી માટે વાહનચાલકે આરટીઓમાં આંટાફેરા કરવા પડે છે. એમાં ઘણો સમય વ્યય થાય છે. આ માથાકૂટમાંથી વાહનચાલકોનો છૂટકારો કરવા ડુપ્લીકેટ લાઈસન્સની સેવા અને રિન્યુઅલની સેવા પૂર્ણપણે ઓનલાઈન કરવાનો નિર્ણય પરિવહન વિભાગે લીધો છે.

83 જેટલી સેવા ઓનલાઈન ઉપલબ્ધ
ડુપ્લીકેટ લાયસંસ અને લાઈસન્સના રિન્યુઅલની સેવા ઓનલાઈન થઈ છતાં કાગળપત્રોની તપાસણી અને અરજી કરવા માટે વાહનચાલકોએ આરટીઓમાં જવું પડે છે. ઓનલાઈન સેવામાં હવે આધારકાર્ડ લિન્ક કરવું પડશે અને મોબાઈલ નંબર, અન્ય માહિતી, કાગળપત્રો ભર્યા પછી તપાસણી થશે. તેથી આરટીઓમાં આંટાફેરા કરવા નહીં પડે. આ સંદર્ભે એનઆઈસી સાથે કામ ચાલુ છે. આરટીઓની વિવિધ 120 પ્રકારની સેવાઓ છે જેમાં અત્યાર સુધી 83 સેવા ઓનલાઈન છે એમ પરિવહન આયુક્ત અવિનાશ ઢાકણેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...