તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:હવે દંડ ન ભરનારાના ઘર શોધી વાહન જપ્ત કરાશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં રૂપિયા 250 કરોડથી વધુની દંડ વસુલી બાકી

દંડ ન ભરતા વાહનમાલિકોના ઘર શોધીને વહન જપ્ત કરવાનો વિચાર પરિવહન પોલીસ કરી રહી છે. આ કાર્યવાહી માટે સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવશે. ઈ-ચલાન સિસ્ટમ કાર્યાન્વિત કરવામાં આવી છે અને ત્યારથી દંડની રકમ ભરવાની જવાબદારી વાહનચાલકો પર સોંપવામાં આવી છે. તેથી બજાવવામાં આવેલ દંડ અને વસૂલીમાં ઘણો તફાવત થઈ રહ્યો છે. અત્યાર સુધી નાગરિકોએ રૂ. 250 કરોડથી વધુ રકમનો દંડ ભર્યો નથી. આ તફાવત દૂર કરવા માટે અથવા દંડની રકમ વસૂલ કરવા માટે પરિવહન પોલીસ વિવિધ ઉપાયયોજનાઓ શરૂ કરી છે.

નાકાબંધી કાર્યવાહીમાં વાહન ઊભા રાખવાનું જણાવીને પોલીસ દંડની રકમ તપાસીને એ ભરવા માટે વાહનચાલકોને વિનંતી કરે છે. ઉપરાંત મોબાઈલ, ઈમેઈલ દ્વારા સંપર્ક સાધીને દંડની રકમ કેટલી એની યાદ અપાવામાં આવે છે અને એ ભરવા માટે હાકલ કરવાનું કામ સતત ચાલુ છે. જો કે સખત કાર્યવાહી થતી ન હોવાથી નાગરિકો વિનંતીને ગણકારતા નથી અને દુર્લક્ષ કરે છે. તેથી જે વાહનો પર વધુ રકમનો દંડ બાકી છે એ વાહનાલિકનું ઘર શોધવું અને ત્યાં જ ક્લેમ્પ લગાડીને વાહન જપ્ત કરવા.

સ્પેશિયલ ટીમની નિયુક્તી
આ કાર્યવાહી માટે સ્પેશિયલ ટીમની નિયુક્તી કરવાનો વિચાર છે. દરેક પરિવહન પોલીસ સ્ટેશનમાં આવી ટીમ તૈયાર કરીને પોતાની હદમાં આવતા નાગરિકો પાસે જશે અને દંડ વસૂલ કરશે. દંડની રકમ ન ભરે તો વાહન જપ્ત કરશે. દંડની રકમ વસૂલ થયા પછી જ સંબંધિત વાહન ક્લેમ્પ કાઢીને મુક્ત કરવામાં આવશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યં હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો