સ્વાવલંબી યોજના:હવે ઓક્સિજનની નિર્મિતી માટે ઉદ્યોગોને રાજ્યની આર્થિક મદદ

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગો દ્વારા રોજ 2300 મેટ્રિક ટન ઓક્સિજન નિર્માણ કરવાનો ઉદ્દેશ

કોરોનાના સંકટનો અસરકારક મુકાબલો કરવા માટે રાજ્ય સરકારે ઓક્સિજનની નિર્મિતી બાબતે સ્વાવલંબી યોજના શરૂ કરવાનું નક્કી કર્યું છે. એ અનુસાર આગામી થોડા દિવસોમાં દરરોજ 2300 મેટ્રિક ટન ઓક્સિજન નિર્માણ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. અત્યારે ઓક્સિજન પ્રકલ્પ ધરાવતા અને નવેસરથી શરૂ કરવા ઈચ્છતા ઉદ્યોગોને રાજ્ય સરકારે આર્થિક મદદ સહિત અનેક સવલતો આપવાનું જાહેર કર્યું છે.

રાજ્યમાં અત્યારે ઊભી થયેલી ઓક્સિજનની અછત પર માત કરવા માટે શરૂ કરવામાં આવનારા ઓક્સિજન નિર્મિતી યોજનાની (મિશન ઓક્સિજન સ્વાવલંબન) અસરકારક અમલબજાવણી માટે રાજ્યના ઉદ્યોગ વિકાસ આયુક્ત ડોકટર હર્ષદીપ કાંબળેની અધ્યક્ષતા હેઠળ એક સંનિયત્રણ સમિતિ સ્થાપવામાં આવી છે. રાજ્યમાં માર્ચના અંતથી કોરોનાનો ફેલાવો ઝડપથી વધ્યો. દર્દીઓની સંખ્યા વધવાથી એની તાણ આરોગ્ય યંત્રણા પર પડી રહી છે. એમાં ઓક્સિજનની અછત વર્તાતા પરિસ્થિતિ ગંભીર બની છે. અત્યારે રાજ્યમાં 32 ઉદ્યોગ ઘટક મારફત દરરોજ 1300 મેટ્રિક ટન ઓક્સિજનનું નિર્માણ કરવામાં આવે છે. દરરોજની માગ 1800 મેટ્રિક ટન છે.

શું સવલતો છે?
આ ધોરણ અનુસાર ઓક્સિજનની નિર્મિતી કરતા ઉદ્યોગોને ફિકસ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેંટના 10 થી 20 ટકા અનુદાન આપવામાં આવશે. વિદર્ભ, મરાઠવાડા, ધુળે, નંદુરબાર, રત્નાગિરી અને સિંધુદુર્ગ ક્ષેત્ર માટે 20 ટકા અને બાકીના મહારાષ્ટ્ર માટે 10 ટકા અનુદાન મળશે. એ સાથે જ રોકાણ સમયગાળામાં ભૂખંડ ખરીદી, ભાડાપટ્ટો, ડેટ મોર્ગેજ લેટર, એના પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવશે. વિદ્યુત દરમાં સવલત આપવામાં આવશે. મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળની ભૂખંડ વહેંચણીની કિંમતમાં 25 થી 50 ટકા સુધી છૂટ મળશે.

અન્ય સમાચારો પણ છે...