તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:હવે ગોકુળ અને મધર ડેરીના દૂધના ભાવ વધ્યા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2નો વધારો થયો

કોરોનાના સંકટના સમયમાં સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અન્નધાન્ય અને શાકભાજીઓના ભાવો પણ વધી ગયા છે. હવે દૂધના ભાવ પણ વધી રહ્યા છે. અમૂલ પછી હવે ગોકુળ દૂધ સંઘે અને મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યાની ઘોષણા કરી છે.

ગોકુળ દૂધ સંઘે દૂધ ખરીદી દરમાં વધારો કર્યો છે. ભેંસના દૂધના રૂ. 2 અને ગાયના દૂધના રૂ. 1 વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે દૂધ ખરીદી દર વધારો 11 જુલાઈથી લાગુ થશે. દૂધ ખરીદી દરવધારાને લીધે દૂધ ઉત્પાદકોને દિલાસો મળશે.

આ જ રીતે કોલ્હાપુર જિલ્લા સહિત અન્ય ભાગોમાં દૂધ વેચાણ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે, એવી પાલકમંત્રી સતેજ પાટીલે આ સંબંધમાં માહિતી આપી હતી.દરમિયાન મધર ડેરીના દૂધના ભાવો મુંબઈ, નાગપુર, પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ અને કોલકતામાં રવિવારથી વધી જશે. સંબંધિત બજારોમાં પ્રવર્તમાન એમઆરપી પર લિટર દીઠ રૂ. 2નો વધારો થશે, એવી ઘોષણા કરવામાં આવી છે.

કોરોનાને લીધે બધાનું આર્થિક ગણિત બગડી ગયું છે. તેમાં વળી છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વિક્રમી સપાટીએ પહોંચ્યા છે, જેને લીધે દૂધ સાથે અન્ય જીવનજરૂરી વસ્તુઓમાં ભાવો પર પણ ધીમે ધીમે અસર કરશે, એમ જાણકારો કહે છે.

અન્ય સમાચારો પણ છે...