તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:હવે પાણીનાં બિલ ભરવા માટે 30 સપ્ટેમ્બર સુધી મુદતવધારો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભય યોજના અંગેની સ્થાયી સમિતિએ નોંધ લઈને નિર્દેશ આપ્યો

પાણીનું ભરવાનું બાકી હોય તો એના પર અતિરિક્ત રૂપિયા ભરવામાંથી છૂટ આપતી અભય યોજનાને હવે 30 સપ્ટેમ્બર સુધી મુદતવધારો મળશે. કોરોનાને કારણે સામાન્ય નાગરિકોને આર્થિક ફટકો પડ્યો હોવાથી લેવામાં આ નિર્ણયને કારણે હજારો રહેવાસીઓને ફાયદો થશે. અભય યોજના 30 જૂનના પૂરી થતી હતી પણ સ્થાયી સમિતિએ મુદતવધારો આપવાનો નિર્દેશ આપ્યો છે એમ અધ્યક્ષ યશવંત જાધવે જણાવ્યું હતું.

દેશમાં સૌથી શુદ્ધ અને પૂરતું પાણી પુરવઠો કરનાર મહાપાલિકા એવી મુંબઈ મહાપાલિકાની ખ્યાતિ છે. પાણી પુરવઠો નિયમિત થાય એ માટે રહેવાસીઓ એક મહિનામાં બિલ ભરે એ ફરજિયાત છે. તેમ જ એક મહિનાની અંદર બિલ ન ભરે તો એના પર અતિરિક્ત રૂપિયા દંડ તરીકે લેવામાં આવે છે. બિલની રકમ પર લગભગ દર મહિને 2 ટકા અનુસાર રૂપિયા લેવામાં આવે છે. ગયા વર્ષથી કોરોનાને કારણે સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. તેથી અભય યોજનાની મુદત વધારીને પહેલાં 30 સુધી, એ પછી 30 જૂન સુધી કરવામાં આવી હતી.

હજી પણ કોરોનાના પ્રતિબંધો લાગુ હોવાથી આ યોજનાને મુદતવધારો આપવો એવી માગણી ઉપસૂચના દ્વારા વિરોધી પક્ષ નેતા રવિ રાજાએ કરી હતી. મહાપાલિકાએ અતિરિક્ત ચાર્જ બાબતે પાણીજોડાણ ધારકોને વિશેષ છૂટ આપવા અભય યોજના શરૂ કરી હતી. આ પહેલાં વિલંબિત બિલના પાણીના રૂપિયા, મળનિસરણ ચાર્જ, જળમાપક મશીનનું ભાડું એક સાથે ભરીને અભય યોજનાનો લાભ લેવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...