તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હવે જાહેરમાં થૂંકનાર સામે મહાપાલિકા આક્રમક બની

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સ્થળે થૂંકનાર પાસેથી વસૂલાતી દંડની રકમમાં વધારો કરવામા આવશે
  • 6 માસમાં રૂ. 28.27 લાખનો દંડ વસૂલ

જાહેર સ્થળે થૂંકવાથી કોરોના સહિત અન્ય રોગો ફેલાય છે એવી માહિતી હોવા છતાં અનેક લોકો થૂંકવાનું છોડતા નથી. રોકડ દંડ કરવા છતાં લોકોમાં સુધારણા જોવા મળતી નથી. આથી મહાપાલિકા દ્વારા હવે દંડની રકમ હાલના રૂ. 200 પરથી વધુ વધારવાના પ્રસ્તાવને કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી છે. આ મુજબ પશ્ચિમ ઉપનગરના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના માર્ગદર્શનમાં ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા તેની પર વિચારણા કરવામાં આવી રહી છે, એમ ડેપ્યુટી કમિશનર સંજોગ કબરેએ મંગળવારે જણાવ્યું હતું.

છેલ્લા છ મહિનામાં જાહેરમાં થૂંકવા માટે 14,000થી વધુ લોકો પાસેથી રૂ. 28,67,900નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ અંગે હાઈ કોર્ટમાં જનહિત અરજી પણ કરવામાં આવી હોઈ હવે આ કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે અને જનજાગૃતિ પણ લાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.જાહેર સ્થળે થૂંકવાને લીધે રોગનો પ્રસાર થઈ શકે છે એ બાબત ધ્યાનમાં લઈને મહાપાલિકા ધારા 1888માં કલમ 461 અંતર્ગત બૃહન્મુંબઈ સ્વચ્છતા અને આરોગ્ય ઉપવિધિ 2006 તૈયાર કરવામાં આવી છે. આ નિયમોને વધુમાં વધુ પ્રભાવશાળી રીતે અમલ કરવા સર્વ સ્તર પ્રયાસ ચાલુ છે. આ જ ઉપવિધિના ક્રમાંક 4.5 અનુસાર હાલમાં રૂ. 200 દંડ વસૂલ કરવામાં આવે છે.

કયા વોર્ડમાં કેટલો દંડ
એ વોર્ડમાં રૂ. 3,29,800, બી વોર્ડમાં રૂ. 1,95,600, સી વોર્ડમાં રૂ. 2,71,400, ડી વોર્ડમાં રૂ. 1,25,000, ઈ વોર્ડમાં રૂ. 20,000સ એફ સાઉથ વોર્ડમાં રૂ. 2,17,400, એફ નોર્થ વોર્ડમાં રૂ. 50,600, જી સાઉથ વોર્ડમાં રૂ. 26,000, જી નોર્થ વોર્ડમાં રૂ. 25,900, એચ ઈસ્ટ વોર્ડમાં રૂ. 1,71,400, એચ વેસ્ટ વોર્ડમાં રૂ. 25,800, કે ઈસ્ટ વોર્ડમાં રૂ. 27,000, કે વેસ્ટમાં રૂ. 95,600, પી સાઉથ વોર્ડમાં રૂ. 69,800, પી નોર્થ વોર્ડમાં રૂ. 2,61,400, આ સાઉથ વોર્ડમાં રૂ. 33,500, આર સેન્ટ્રલમાં રૂ. 43,800, આર નોર્થ વોર્ડમાં રૂ. 1,08,400, એલ વોર્ડમાં રૂ. 4,70,200, એમ ઈસ્ટ વોર્ડમાં રૂ. 19,200, એમ વેસ્ટ વોર્ડમાં રૂ. 1,06,800, એન વોર્ડમાં રૂ. 71,300, એસ વોર્ડમાં રૂ. 90,400 અને ટી વોર્ડમાં રૂ. 11,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

કુર્લામાં સૌથી વધુ દંડ વસૂલ
આ નિયમ અંતર્ગત કાર્યવાહીમાં કુર્લાનો સમાવેશ ધરાવતા એલ વોર્ડમાંથી સૌથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તે પછી દક્ષિણ મુંબઈના એ અને સી વોર્ડનો ક્રમ આવે છે.

અન્ય સમાચારો પણ છે...