નિર્ણય:હવે બેસ્ટમાં 100 લેડીઝ તેજસ્વિની બસ દાખલ થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ નિમિત્તે બહાર જતી મહિલાઓની સંખ્યા વધી રહી છે

મહિલાઓ પ્રવાસીઓ માટે દોડતી તેજસ્વિની બસની સંખ્યા વધારવાનો નિર્ણય બેસ્ટ ઉપક્રમે લીધો છે. આગામી થોડા મહિનાઓમાં મુંબઈમાં તબક્કાવાર 100 તેજસ્વિની બસ ચલાવવામાં આવશે એવી માહિતી ઉપક્રમ તરફથી આપવામાં આવી હતી. તેથી મહિલાઓનો પ્રવાસ રાહતભર્યો થવામાં મદદ થશે એવો દાવો બેસ્ટ ઉપક્રમ તરફથી કરવામાં આવ્યો છે.

બેસ્ટની બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. કાર્યાલયના સમયે સાંજે અને સવારે બેસ્ટની બસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. એમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર છે. બેસ્ટ ઉપક્રમ તરફથી મહિલા પ્રવાસીઓ માટે વિશેષ ફેરીઓ ચલાવવામાં આવે છે.

નવેમ્બર 2019થી મહિલાઓ માટે અનામત બસ તેજસ્વિની નામથી તબક્કાવાર ચલાવવાનું શરૂ થયું. આજની તારીખે લગભગ 37 તેજસ્વિની બસ દોડે છે. સવારના 8 થી 11.30 અને બપોરે 4.30 થી રાત્રે 8ના સમયમાં મહિલા પ્રવાસીઓ માટે તેજસ્વિની દોડશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં કોરોનાનું સંક્રમણ ચાલુ થયું અને એ પછી કામ નિમિત્તે ઘરની બહાર નીકળતી મહિલાઓની સંખ્યા ઓછી થઈ ગઈ. પણ પ્રતિબંધો હળવા થવાથી બેસ્ટની બસમાં પ્રવાસીઓની ગિરદી પૂર્વવત થવા માંડી છે.

અન્ય સમાચારો પણ છે...