તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Now That The Number Of Tourists In The National Park Is Increasing, All Activities Have Started Except The Kanheri Caves As The Lockdown Has Eased.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:હવે નેશનલ પાર્કમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે, લોકડાઉન હળવું થતાં કાન્હેરી ગુફાઓ છોડીને તમામ ઉપક્રમ શરૂ થઈ ગયા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને તબક્કાવાર હળવો કરવામાં આવ્યો એ દરમિયાન ડિસેમ્બરમાં બોરીવલીના નેશનલ પાર્કને પર્યટકો માટે ખુલ્લુ કરવામાં આવ્યું. એ પછી ધીમે ધીમે પર્યટકોનો પ્રતિસાદ વધી રહ્યો છે. અત્યારે કાન્હેરી ગુફાઓ છોડીને પાર્કના તમામ ઉપક્રમ ચાલુ છે. છેલ્લા એક મહિનામાં લગભગ 28000 થી 30000 પર્યટકોએ નેશનલ પાર્કની મુલાકાત લીધી છે. કોરોના અને લોકડાઉનમાં લગભગ સાડા આઠ મહિના સુધી બંધ રહેલ નેશનલ પાર્ક 15 ડિસેમ્બરથી પર્યટકો માટે ખોલવામાં આવ્યું. એ પહેલાં 15 ઓકટોબરથી ફક્ત મોર્નિંગ વોક માટે સવારના મર્યાદિત સમયમાં ખુલ્લુ મૂકવામાં આવતું હતું.

નેશનલ પાર્ક ડિસેમ્બરમાં પર્યટકો માટે ખોલતા લાયન અને ટાઈગર સફારી, બોટીંગ, મિની ટ્રેન વનરાણી બંધ જ રાખવામાં આવ્યા હતા. દરમિયાનના સમયમાં તબક્કાવાર બધું શરૂ કરવામાં આવ્યું. હવે પર્યટકોની સંખ્યા વધી રહી હોવાનું નેશનલ પાર્કના સંચાલક જી. મલ્લિકાર્જુને જણાવ્યું હતું.અત્યારે અઠવાડિયે લગભગ 7000 થી 8000 પર્યટકો પાર્કમાં આવતા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

તેથી પ્રવેશ ફી પેટે લગભગ પાંચથી છ લાખ રૂપિયાનું મહેસૂલ પાર્કને મળતું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મહેસૂલ કોરોના પહેલાંના સમય જેટલું નથી છતાં પ્રતિસાદ સારો છે એમ નોંધ્યું હતું. બોરીવલીનું નેશનલ પાર્ક મુંબઈગરાઓ સાથે જ પર્યટકોનું પણ આકર્ષણ છે. તેથી પ્રવેશ ફી પેટે મોટા પ્રમાણમાં મહેસૂલ મળે છે.

ખાસ કરીને ચોમાસામાં દરરોજ અહીં પર્યટકોની ગિરદી હોય છે. દિવાળી અને ઊનાળાની રજાઓમાં પણ પર્યટકોની ગિરદી રહે છે. કોરોના અને લોકડાઉનને લીધે પાર્ક સાડા આઠ મહિના બંધ હતું. તેથી લગભગ સવા કરોડ રૂપિયાનું મહેસૂલ ડૂબી ગયું એવી માહિતી અધિકારીઓએ આપી હતી.

કાન્હેૈરી ગુફા બંધ
પાર્કમાં બધું શરૂ થઈ ગયું છે છતાં કાન્હેરી ગુફાઓ હજી પણ બંધ છે. એની અસર પર્યટકોની સંખ્યા પર થઈ રહી છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે કાન્હેરી ગુફાઓ જોવા માટે મોટા પ્રમાણમાં ગિરદી થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો