રજૂઆત:હવે બધી ચૂંટણીઓમાં મતપત્રિકાનો ઉપયોગ કરવા મુંબઈ કોંગ્રેસની માગ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2016-2019ની ચૂંટણીઓમાં ગાયબ EVM મશીન વિશે કોઈ જવાબ નથી

વર્ષ 2016થી 2019ના સમયગાળામાં દેશભરમાંથી આશરે 19 લાખ ઈવીએમ મશીન ગાયબ થઈ ગયાં છે. તેમાંથી 9 લાખ 60 હજાર મશીન ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને 9 લાખ 30 હજાર મશીન ઈસીઆઈએલનાં હતાં. આ ગાયબ ઈવીએમ હજુ પણ મળ્યાં નથી.

ચૂંટણીપંચ પાસે પણ આ બાબતનો સંતોષકારક ઉત્તર મળ્યો નથી. આથી આ ઈવીએમ મશીનનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, ઈવીએમ મશીનનો ઉપયોગ ચૂંટણીમાં ગડબડ કરવા માટે કરવામાં આવે છે કે કેમ? તે બાબતે દુનિયાના અનેક નિષ્ણાતોને પણ શંકા છે.

આથી દેશની જનતાના મનમાં પણ શંકા છે. ઈવીએમ મશીન જેણે વિકસિત કર્યાં તે જર્મનીએ પણ ચૂંટણીમાં ઉપયોગ કરવાનું બંધ કર્યું છે.દુનિયાના અન્ય દેશોમાં આ ઈવીએમને બદલે મતપત્રિકાઓનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવે છે. તો પછી આપણા દેશમાં જ ઈવીએમનો હઠ શા માટે? એવો પ્રશ્ન મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે ઉઠાવ્યો છે.

આથી મહારાષ્ટ્રમાં સર્વ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં અને આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીઓમાં અને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં પણ ઈવીએમને બદલે મતપત્રિકા (બેલટ પેપર)નો ઉપયોગ કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

આ અંગે તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અનેકને પત્ર લખ્યા છે. આ સમયે તેમની સાથે મહાપાલિકામાં વિરોધી પક્ષ નેતા રવિ રાજા, મુંબઈ કોંગ્રેસના મહામંત્રી સંદેશ કોંડવિલકર અને સહ ખજાનચી અતુલ બર્વે હાજર હતા.

મલનિઃસારણ કેન્દ્રના ટેન્ડરમાં ગોટાળો
દરમિયાન તેમણે જણાવ્યું કે 2020માં મુંબઈમાં વરલી, બાંદરા, ધારાવી, વર્સોવા, ઘાટકોપર અને ભાંડુપ સહિત છ ઠેકાણે મલનિઃસારણ પ્રક્રિયા કેન્દ્ર ઊભાં કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો કહતો. તે માટે 16 હજાર 412 કરોડના અંદાજિત ખર્ચની જોગવાઈ કરી હતી.

જોકે તે સમયે ઠેકેદારોએ 30થી 60 ટકાથી વધુનાં ટેન્ડર ભરવાને લીધે તે રદ કરાયાં હતાં. જોકે 2022માં તે જ પ્રકલ્પ માટે 23 હજાર 447 કરોડની કિંમત નક્કી કરી. 2020માં જે કિંમત નક્કી કરી તેમાં 42 ટકાનો વધારો કરવામાં આવ્યો અને ફરી તે જ ઠેકેદારને ઠેકો આપવામાં આવ્યો.

આ મોટો ગોટાળો છે. આમાં મોટો ભ્રષ્ટાચાર છે. આથી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં નિષ્ણાત સમિતિ નીમીને ઠેકાના દર નિશ્ચિત કરવામાં આવવા જોઈએ. મુંબઈ કોંગ્રેસ ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...