દંડની જોગવાઈ:હવે વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરવું ભારે પડશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવહન નિયમ ભંગ કરવાથી 200થી 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ

મહારાષ્ટ્ર સરકારે મોટર વાહન સુધારા અધિનિયમ 2019ની અમલબજાવણી કરવાનો નિર્ણય લીધો છે. પરિવહનના નિયમ તોડનારા વાહનચાલકોને હવે ખાસ્સુ મોંઘુ પડશે. સુધારેલા નિયમ અનુસાર ઈ-ચલાન સિસ્ટમમાં દંડની રકમ સાથે 11 ડિસેમ્બર 2021ની મધરાતથી ફેરફાર કરવામાં આવ્યા છે. તેથી હવે ટુવ્હીલર ચલાવતા મોબાઈલ પર વાત કરી તો 200 રૂપિયાના બદલે 1 હજાર રૂપિયા દંડ ભરવો પડશે.

રાજ્ય સરકારે તાજેતરમાં જ આ સંદર્ભે પરિપત્ર જારી કરીને મોટર વાહન કાયદો 2019ની જોગવાઈ રાજ્યમાં લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યો. 1 ડિસેમ્બરથી આ નવો અધિનિયમ લાગુ કરવાનો આદેશ હતો પણ પરિવહન પોલીસની દંડવસૂલીના ઈ-ચલાનમાં 11 ડિસેમ્બરથી ફેરફાર કરવામાં આવ્યા છે.

તેથી વાહનો શિસ્તમાં ચલાવવા પડશે અને નિયમ તોડશો તો 100 ગણો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. મોટર વાહન કાયદો તોડવાથી થનારા દંડની રકમમાં વધારો કર્યો હોવાથી અકસ્માતો ઓછા થવામાં મદદ થશે. તેમ જ પરિવહનના નિયમ પાળવા સંદર્ભે જાગૃતિ આવતા નાગરિકો શિસ્તમાં વર્તશે એમ પરિવહન આયુક્ત ડો. અવિનાશ ઢાકણેએ જણાવ્યું હતું.

મોટર વાહન કાયદો (સુધારો) કેન્દ્રએ 1 સપ્ટેમ્બર 2019થી લાગુ કર્યો છે. એમાંની કેટલી કલમ અંતર્ગત લેવામાં આવતા દંડની રકમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તત્કાલીન પરિવહન મંત્રી દિવાકર રાવતેએ મોટર વાહન કાયદામાં દંડનું પ્રમાણ વધારે હોવાથી એ એમ જ લાગુ કરવાનો વિરોધ કર્યો હતો.

ફેન્સી નામવાળી નંબર પ્લેટ માટે દંડ : રાજ્ય સરકારે લાગુ કરેલ મોટર વાહન કાયદામાં પરિવહન નિયમ ભંગ કરવાથી 200 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરી છે. દાખલા તરીકે વાહનની નંબર પ્લેટ નમૂના જેવી નહીં હોય તો અને નંબરને ફેન્સી સ્વરૂપ આપવામાં આવ્યું હશે તો પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1500 રૂપિયા દંડ કરવામાં આવશે.

આમ હશે નવો દંડ
વાહનની રેસિંગ લગાવવા માટે પહેલા ગુના પેટે 5 હજાર અને બીજી વખત ગુના માટે 10 હજાર રૂપિયા દંડ થશે. કારણ વિના હોર્ન વગાડ્યું તો પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1500 રૂપિયા દંડ થશે. હેલમેટ વિના પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1500 રૂપિયા દંડ થશે. સ્પીડમાં વાહન ચલાવવા માટે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને 1 હજાર રૂપિયા, ટ્રેકટરને 1500 અને હળવા વાહનને 4 હજાર રૂપિયા દંડ થશે. વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરી તો પહેલા ગુનામાં ટુ વ્હીલરને 1 હજાર, થ્રી વ્હીલને 2 હજાર અને ભારે વાહનના ચાલકને 4 હજાર રૂપિયા દંડ થશે. બીજી વખતના ગુના માટે 10 હજાર રૂપિયા દંડ થશે.

અન્ય સમાચારો પણ છે...