તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:હવે મહિલા પોલીસો માટે સ્વતંત્ર કક્ષ અને ટોઈલેટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં જ આ સુવિધા ઊભી કરાશેઃ પાટીલ

સમયની સાથે પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા વધવા માંડી. જોકે એની સરખામણીએ પોલીસ સ્ટેશનમાં મહિલા અમલદારો માટે જરૂરી બાબતો વધી નથી. પરિણામે સ્વતંત્ર આરામ કક્ષ, ટોઈલેટની સુવિધા ન હોવાથી તેમની સખત હેરાનગતિ થઈ રહી છે. આ ચિત્ર હવે બદલાશે એવા ચિહ્ન છે.

દરેક પોલીસ સ્ટેશમાં પુરુષ અધિકારી, અમલદારો માટે સ્વતંત્ર કક્ષ અને ટોઈલેટની સુવિધા હોય છે. પણ મહિલા અમલદારો માટે હજી ઘણા પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર કક્ષ અને ટોઈલેટની સુવિધા નથી. પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા વધી પણ આ સુવિધાઓ વધી ન હોવાથી મહિલા અમલદારોની હાલત કફોડી થાય છે. પોલીસ આયુક્ત હેમંત નગરાળે, સહઆયુક્ત વિશ્વાસ નાંગરે-પાટીલે આ બાબતની ગંભીર નોંધ લીધી છે. મહિલા અધિકારી અને અમલદારની હેરાનગતિ ન થાય એ માટે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા અમલદારો માટે સ્વતંત્ર કક્ષ અને ટોઈલેટ બાંધવામાં આવશે જેની શરૂઆત થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...