તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 50 ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઊભી કરવાનો વિચાર છે. જો કે મુંબઈમાં આ સ્કૂલો માટે જગ્યાની અછત હોવાથી સ્કૂલો અને કોલેજોની ખુલ્લી જગ્યાઓમાં આ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેંટર ઊભા કરી શકાય કે એની ચકાસણી કરવામાં આવશે એવી માહિતી પરિવહન આયુક્ત અવિનાશ ઢાકણેએ આપી હતી. સ્કૂલો અને કોલેજોની ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ શનિવાર, રવિવાર અને રજાઓના દિવસોમાં મોટર ટ્રેનિંગ સ્કૂલ માટે કરવાનો વિચાર છે. જે શૈક્ષણિક સંસ્થા પોતે જ મોટર ટ્રેનિંગ સેંટર ચલાવવા માટે ઉત્સુક હશે તેમને પણ આ સંદર્ભે પ્રાધાન્યતાથી મંજૂરી આપવામાં આવશે એમ ઢાકણેએ જણાવ્યું હતું.
રાજ્યમાં આરટીઓના તમામ વ્યવહાર ઓનલાઈન કરવા સંદર્ભે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેંટર સાથે વાતચીત ચાલુ છે. લર્નિંગ લાયસંસ માટે ઈ-સાઈન જેવી યંત્રણા પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવી હતી. એને 700 જણનો પ્રતિસાદ મળ્યો હતો. હવે આધારકાર્ડ નંબર આધારિત તમામ પ્રમાણપત્રો ઓનલાઈન મેળવવા માટે ડિજિટલ ઈ-સાઈન યંત્રણા સી-ડેક તેમ જ એનઆઈસી મારફત ઊભી કરવાના પ્રયત્ન ચાલુ છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
65 સિમ્યુલેટર્સ મંજૂર
ડ્રાઈવિંગના પ્રશિક્ષણ માટે પરિવહન ખાતા પાસે પણ હવે સિમ્યુલેટર્સ પ્રશિક્ષણ યંત્રણા ઉપલબ્ધ રહેશે. આઈઆઈટીના પ્રોફેસરોની મદદથી કુલ સિમ્યુલેટર્સ સમગ્ર રાજ્યના આરટીઓ કાર્યાલય અને અન્ય ઠેકાણે ઊભા કરવામાં આવશે.
રાજ્યમાં 22 ઠેકાણે ટેસ્ટ ટ્રેક
મુંબઈ (મધ્ય), મુંબઈ (પશ્ચિમ), મુંબઈ (પૂર્વ), થાણે (નાંદીવલી), થાણે (મર્ફી), પનવેલ, પેણ, પુણે (આણંદી), પુણે (સાસવડ), પુણે (હડપસર), ધુળે, અમરાવતી, અમરાવતી (બડનેરા), નાગપુર (શહેર), નાગપુર (ગ્રામીણ), નાશિક, નાંદેડ, લાતુર, સંભાજીનગર, કોલ્હાપુર, કરાડ, નાગપુર (ગ્રામીણ) વગેરે 22 ઠેકાણે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઊભા કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.