મહારાષ્ટ્રમાં વેબસાઈટ પર આધારિત ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા શ્રમિકોના હંગામી સ્થળાંતરોના લેખાજોખા રાખવામાં આવી રહ્યા છે. એના માટે આ શ્રમિકોને વ્યક્તિગત ઓળખ ક્રમાંક (યુઆઈએન) આપવામાં આવ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય સરકારે સાત જિલ્લાઓમાં આ પ્રકલ્પ શરૂ કર્યો હતો. દેશમાં આ પ્રકારનો આ પહેલો પ્રકલ્પ છે.
જે ભાગમાં શ્રમિકોનું હંગામી સ્થળાંતર મોટો પ્રશ્ન છે એવા ગડચિરોલી, ચંદ્રપુર, અમરાવતી, જાલના, પાલઘર અને નંદૂરબાર જિલ્લાનો સમાવેશ છે. બાળવિકાસ કાર્યક્રમમાં સાતત્ય આવે એ ઉદ્દેશથી આ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. બાળવિકાસ કાર્યક્રમમાં બાળકોને પોષક આહાર, રસીકરણ, આરોગ્ય તપાસ વગેરેનો સમાવેશ થાય છે. એમાં સ્થળાંતરિતોના 18 વર્ષ સુધીના બાળકો, સ્તનપાન કરાવતી માતા, ગર્ભવતી મહિલાઓ લાભાર્થી છે.
આ યોજનાનો લાભ તેમને સતત આપવો શક્ય થાય એ ઉદ્દેશથી તેમને બીજા જિલ્લામાં કે રાજ્યની બહાર સ્થળાંતર તેમ જ તેઓ મૂળ ગામ પાછા ક્યારે ફરે છે એની માહિતી રાખવામાં આવે છે. હવે સંપૂર્ણ રાજ્યમાં આ યોજના અમલમાં મૂકવાનો નિર્ણય મહિલા અને બાળવિકાસ વિભાગે લીધો છે.
આ વિભાગના મુખ્ય સચિવ ઈડઝેસ કુંદને જણાવ્યું કે કોરોનાના સમયમાં વિસ્થાપનાના કારણે અનેક માતા-બાળક પોષક આહાર, રસીકરણ વગેરછી વંચિત રહ્યા છે. તેથી અમે શ્રમિકોના સ્થળાંતર પર ધ્યાન રાખી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.