તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયંત્રણ:હવે સરકારી નોકરીનો ફાયદો ઉઠાવનારાઓ પર નિયંત્રણ, બોગસ સ્પોર્ટ્સ પ્રમાણપત્રનો ઉપયોગ થતો હતો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં બોગસ પ્રમાણપત્ર દ્વારા પોતાને રમતગમતનો ખેલાડી દેખાડીને સરકારી સેવાનો લાભ ઉઠાવવાના પ્રકરણ પ્રકાશમાં આવ્યા છે. આવું ભવિષ્યમાં ન થાય એ માટે નવી નિયમાવલી લાવવામાં આવશે એમ ક્રીડા અને યુવક કલ્યાણ મંત્રી સુનીલ કેદારે જણાવ્યું હતું.રાજ્યના ક્રીડા વિભાગની કયાસ બેઠકનું આયોજન મંત્રાલયમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ક્રીડા રાજ્યમંત્રી અદિતી તટકરે, ક્રીડા વિભાગના આયુક્ત ઓમપ્રકાશ બકોરિયા સહિત ક્રીડા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

રાજ્યમાં હવેથી બોગસ પ્રમાણપત્ર આપવાની કોઈની હિંમત નહીં થાય. કોઈની માગવાની પણ હિંમત નહીં થાય એવી નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. નોકરીમાં પ્રમાણપત્રનો લાભ લેતા પ્રમાણપત્રની ચકાસણી કરવા માટે અસરકારક ઉપાયયોજના કરવામાં આવશે. રાજ્યમાં ઊભા કરવામાં આવનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે જે ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું છે એના કામ તરત શરૂ કરવા. જગ્યાનો પ્રશ્ન નિર્માણ થાય તો સંબંધિત વિભાગ સાથે સંપર્ક સાધીને એમાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવો. હવેથી ભંડોળનું વિતરણ થયા બાદ ભંડોળ ખર્ચ કરવાની કાર્યવાહી તરત કરવી. તાલુકા, જિલ્લા અને વિભાગીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામ ગુણવત્તાવાળા હોય એના માટે ક્રીડા અધિકારીએ સતર્ક રહેવું.

અન્ય સમાચારો પણ છે...