તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Now Another Wife Has Also Lodged A Complaint Against Dhananjay Munde With The Commissioner Of Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:ધનંજય મુંડે વિરુદ્ધ હવે બીજી પત્નીએ પણ પોલીસ કમિશનરને ફરિયાદ કરી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા ત્રણ મહિનાથી તેમના બે સંતાનને બંગલોમાં ગોંધી રાખ્યા હોવાનો આરોપ લગાવ્યો

સામાજિક ન્યાય ખાતાના મંત્રી ધનંજય મુંડે સામે દુષ્કર્મનો આરોપ કરનારી મહિલાએ ફરિયાદ પાછી ખેંચી લીધા બાદ હવે મુંડેની બીજી પત્ની કરૂણાએ બુધવારે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ પાસે મુંડે વિરુદ્ધ ફરિયાદ કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી તેમના થકી થયેલા બે સંતાનને મુંડેએ પોતાના ચિત્રકૂટ બંગલોમાં ગોંધી રાખ્યા હોવાનો આરોપ કરૂણાએ કર્યો છે. સંતાનમાં 14 વર્ષની બાળકીનો સમાવેશ હોઈ તે સુરક્ષિત નથી એવું ફરિયાદમાં જણાવ્યું છે. ઉપરાંત પોલીસ જો સહયોગ નહીં કરે તો 20 ફેબ્રુઆરીથી આમરણ ઉપવાસ કરવાનો ઈશારો પણ આપ્યો છે.

કરૂણાએ પોલીસ કમિશનર પાસે કરેલી અરજીમાં જણાવ્યું છે કે મારા પતિ મુંડેએ છેલ્લા ત્રણ મહિનાથી બે સંતાનોને તેમના ચિત્રકૂટ બંગલોમાં ગોંધી રાખ્યા છે. મને તેમની સાથે મળવા દેવાતાં નથી. 24 જાન્યુઆરીના રોજ સંતાનોની મુલાકાત લેવા માટે હું બંગલો પર ગઈ એટલે મુંડેએ 30-40 પોલીસોને બોલાવીને મને હાંકી કાઢી હતી.

બંગલો પર મારા સંતાન સુરક્ષિત નથી. તેમાં 14 વર્ષની મારી દીકરીનો પણ હોઈ તેને માટે મહિલા કેરટેકર પણ રખાઈ નથી. મુંડે તેમની સામે અશ્લીલ વર્તન કરે છે. મારા સંતાનો સાથે કશું પણ ખોટું થાય તો મુંડે જવાબદર રહેશે. જો મારા સંતાનો સાથે મને મળવા નહીં દેવાય તો 20 ફેબ્રુઆરીથી આમરણ ઉપવાસ કરીશ. આથી ચિત્રકૂટ બંગલો સામે કે મંત્રાલય અને આઝાદ મેદાન ખાતે ઉપવાસ આંદોલન કરવાની પરવાનગી આપો અને મુંડે સામે કઠોર કાર્યવાહી કરો એવી વિનંતી તેમણે કરી છે.

કરૂણા સાથે 2003થી સંબંધ- મુંડે
અગાઉ કરૂણાની બહેને મુંડે પર દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. તે સમયે મુંડેએ જણાવ્યું કે કરૂણા શર્મા સાથે 2003થી હું પરસ્પર સંમતિથી સંબંધમાં હતો. આ બાબત મારા કુટુંબીઓ, પત્ની અને મિત્ર પરિવાર જાણે છે. આ સંબંધમાંથી અમને એક દીકરો અને એક દીકરી છે, જેમને મેં મારું નામ આપ્યું છે. શાળાના દાખલથી લઈને બધા દસ્તાવેજોમાં આ બાળકોના વાલી તરીકે મારું જ નામ છે. બાળકો મારી સાથે રહે છે. મારા કુટુંબીઓ, પત્ની, મારા સંતાનો પણ આ બાળકોન કુટુંબી તરીકે માને છે.

કરૂણા મારા સંતાનોની માતા હોવાથી તેના પાલનપોષણની જવાબદારી મેં સ્વીકારી છે. મેં તેને મુંબઈમાં ઘર લેવામાં મદદ કરી છે. તેની વીમા પોલિસી કઢાવી છે અને તેના ભાઈને ધંધો સ્થાપિત કરવામાં મદદ કરી છે. આ બધું મેં સદભાવનાથી કર્યું છે. જોકે 2019થી કરૂણા અને તેની બહેન રેણુએ મને બ્લેકમેઈલ કરીને પૈસાની માગણી કરવાનું શરૂ કર્યું છે. મને ગંભીર શારીરિક ઈજા કરવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. આ સર્વ પ્રક્રિયામાં તેમનો ભાઈ બ્રિજેશ શર્મા પણ સામેલ છે, એમ મુંડેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો