તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસ્તાવ:હવે સાર્વજનિક સ્થળે થૂંકનારને રૂપિયા 1200નો દંડ ફટકારાશે

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મહાપાલિકા કમિશનર પાસે દંડ વધારવા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો

સાર્વજનિક ઠેકાણે થૂંકનારાઓને હવે રૂ. 200ના બદલે રૂ. 1200 દંડ કરવામાં આવે એવી શક્યતા છે. સંબંધિત કાયદામાં એ પ્રમાણેની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ મહાપાલિકા કમિશનર પાસે રજૂ કરવામાં આવ્યો હોવાનું મહાપાલિકાએ હાઈ કોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં નોંધ્યું છે. કોર્ટે આ મુદ્દાની નોંધ લેતા ફટકારી ત્યારે એક અઠવાડિયા પછી 16 એપ્રિલના દંડ વધારવાનો પ્રસ્તાવ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ સમક્ષ રાખવામાં આવ્યો હતો.

અત્યારે કોરોનાના સંકટમાં સાર્વજનિક ઠેકાણે થૂંકવાની આદત જોખમી બની શકે છે. આમ છતાં સાર્વજનિક ઠેકાણે થૂંકનારાઓ પર મહાપાલિકા, પોલીસ અને રાજ્ય સરકાર કઠોર કાર્યવાહી કરતી નથી. સાર્વજનિક ઠેકાણે થૂંકનારાઓ પર કઠોર કાર્યવાહી કરવાની જોગવાઈ છે. પણ એની ચુસ્તતાથી અમલબજાવણી કરવામાં આવતી નથી એવો આરોપ કરતી જનહિત અરજી એડવોકેટ અર્મિન બાન્દરાવાલાએ કરી છે.

એની નોંધ લેતા અત્યારના સમયમાં રૂ. 200ની શું કિંમત છે એમ જણાવતા સાર્વજનિક ઠેકાણે થૂંકનારાઓ પર કાયદાકીય જોગવાઈ અનુસાર રૂ. 1200ના બદલે રૂ. 200 દંડ વસૂલ કરવા પરથી કોર્ટે મહાપાલિકા અને રાજ્ય સરકારના કાન આમળ્યા હતા. આ ઢીલા વલણને કારણે જ સાર્વજનિક ઠેકાણે થૂંકતા લોકોની આદતને અંકુશમાં લાવવા મહાપાલિકા અને સરકાર નિષ્ફળ ગઈ છે એવી ટીકા હાઈ કોર્ટે કરી હતી.

તેમ જ દંડની રકમ ઓછી હોવા પાછળના કારણ સ્પષ્ટ કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. એ અનુસાર મહાપાલિકાએ એફિડેવિટ દાખલ કરીને ભૂમિકા સ્પષ્ટ કરી હતી. સમાજસેવાની સજા : સાર્વજનિક ઠેકાણે થૂંકનારાઓને દંડ કરવા સાથે જ આ સમસ્યા બાબતે નાગરિકોમાં જાગૃતિ નિર્માણ કરવા માટે વિવિધ ઉપાયયોજનાઓ કરવામાં આવે છે એમ મહાપાલિકાએ જણાવ્યું છે. એ અનુસાર સાર્વજનિક ઠેકાણે થૂંકનારાઓને એક કલાક માટે રસ્તો સાફ કરવો, ભીંત પર ચિત્રો દોરવા જેવા સમાજસેવાવાળી સજાનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો