તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રેલવે પાટા પર કચરો ફેંકનારા 650 કુુટુંબોને નોટિસ પાઠવાઈ

મુંબઇ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગંદકી કરતા લોકો પર મોટી રકમના દંડની જોગવાઈ કરવામાં આવી

રેલવે પાટા નજીક કચરો ફેંકીને પરિસર ગંદો કરનારાઓ પર ધાક બેસે એ માટે રેલવે પ્રશાસન તરફથી ફરીથી હિલચાલ શરૂ કરવામાં આવી છે. પાટા નજીકના પરિસરમાં રહેતા 650 નાગરિકોને મધ્ય રેલવેએ નોટિસ મોકલવાની શરૂઆત કરી છે. નોટિસ સમય પૂરો થયા પછી નાગરિકો તરફથી કચરો ફેંકવામાં આવશે તો મોટી રકમના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ઘરનો કચરો રેલવેની હદમાં અને પાટા પર નાખવાનો આરોપ નોટિસમાં કરવામાં આવ્યો છે. રેલવેની હદમાં કચરાને લીધે પાટા નજીક ગંદા પાણીની પાઈપલાઈનમાં અંતરાય નિર્માણ થાય છે. અનેક વખત લોકલ સહિત મેલ-એક્સપ્રેસના પૈડાંની મોટર અને અન્ય યંત્રોમાં પ્લાસ્ટિક અને અન્ય કચરો ભેરવાય છે. તેથી રેલવે પરિવહનમાં મુશ્કેલી ઊભી થાય છે. મધ્ય રેલવેમાં મુખ્ય અને હાર્બર લાઈનમાં કચરાની 19 સંવેદનશીલ જગ્યા નિશ્ચિત કરવામાં આવી છે. એમાં મસ્જિદ બંદર રોડ, ભાયખલા, વિક્રોલી અને કાંજુરમાર્ગ દરમિયાન તથા દિવા-મુંબ્રા, દિવા-કોપર રેલવે સ્ટેશનોની જગ્યાનો સમાવેશ છે. રેલવે સુરક્ષા દળની મદદથી કચરો નાખતા 650 કુટુંબોને નોટિસ આપી છે.

જનજાગૃતિ ફેલાવવા છતાં કોઈ ફાયદો નહીં
પાટા નજીકની કોલોનીઓમાંથી રેલવે હદમાં કચરો ફેંકવામાં આવે છે એ રેલવે અને મુંબઈગરાઓ માટે નવી વાત નથી. કચરો ફેંકનારાઓ પર ધાક રાખવા માટે અનેક વખત જનજાગૃતિ કરવામાં આવી, પત્ર મોકલવામાં આવ્યા પણ કોઈ ફાયદો થયો નહીં. ઉલટાનું રેલવેની હદમાં કચરાની સમસ્યા વધુ વિકટ બની. આ પ્રકરણે મધ્ય રેલવે તરફથી મહાપાલિકા અતિરિક્ત આયુક્તને અનેક વખત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. પણ થોડા સમય માટે કાર્યવાહી કરીને પાટા પર કચરાની સમસ્યા ફરીથી જૈસી થી જેવી થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો