કાર્યવાહી:ફાયર સેફ્ટીના નિયમો નહીં પાળવા મુદ્દે 151 ઈમારતોને નોટિસ આપવામાં આવી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાંદરા બેન્ડસ્ટેન્ડ ખાતે જીવેશ ટેરેસ હાઈરાઈઝમાં તાજેતરની આગ બાદ બહાર આવ્યું છે કે અગ્નિશમન પ્રણાલી કાર્યરત નહોતી, જેથી ફરી એક વાર ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી ધોરણો અંગે પ્રશ્નો નિર્માણ થયા છે.

મુંબઈ ફાયર બ્રિગેડના તાજેતરના ડેટા અનુસાર, સર્વે કરવામાં આવેલી 329 ઈમારતોમાંથી, 151 ઈમારતોને છેલ્લા છ મહિનામાં ફાયર સેફ્ટીનાં પગલાંનું પાલન ન કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2006ની કલમ 6 અંતર્ગત 151 ઈમારતોને નોટિસ જારી કરવામાં આવી છે.

આગ નિવારણ અને જીવન સલામતીનાં પગલાં લેવાની ઈમારતના માલિકોની જવાબદારી છે, જેનું પાલન નહીં કરાતાં આ કલમ હેઠળ નોટિસ આપવામાં આવે છે. જોકે ઘણી સોસાયટીઓ આ નોટિસોને ગંભીરતાથી લેતી નથી.ઈમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની સૌથી મોટી સમસ્યા તેના રહેવાસીઓ દ્વારા જાળવણીનો અભાવ છે. ઉપરાંત ઈમારતોમાં જરૂરી હોવા છતાં આગ લાગવાના સંજોગોમાં શું કરવું જોઈએ તેની તૈયારી તપાસવા માટે મોક ડ્રિલ પણ કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...