તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જોન અબ્રાહમ અભિનિત મુંબઈ સાગા ફિલ્મને RSS દ્વારા નોટિસ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંઘની છબિ ખરાબ કરી હોવાનો નોટિસમાં આરોપ

જોન અબ્રાહમની મુખ્ય ભૂમિકા ધરાવતી મુંબઈ સાગા ફિલ્મના નિર્માતાઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની બદનામી કરવા પ્રકરણે નોટિસ આપવામાં આવી છે. સંઘની છબિ ખરાબ કરી હોવાનો આરોપ કરીને મહેશ ભિંગાર્ડેએ ફિલ્મના લેખક દિગ્દર્શક સંજય ગુપ્તા સાથે અન્યોને પણ નોટિસ મોકલી છે. આ ફિલ્મ બે મહિના પૂર્વે જ એમેઝોન પ્રાઈમ ઓટીટી મંચ પર પ્રદર્શિત થઈ હતી.સંઘના મુંબઈના સ્વયંસેવક ભિંગાર્ડેએ આ નોટિસ ફટકારી છે. 19 માર્ચે પ્રદર્શિત થયેલી આ ફિલ્મમાં અભિનેતા જોન અબ્રાહમની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ મુંબઈમાં 1990ની પરિસ્થિતિ પર આધારિતછે. ગેન્ગસ્ટર અને પોલીસ વચ્ચે દ્વંદ્વની વાર્તા આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.

ખાસ કરીને ફિલ્મ શરૂ થવા પૂર્વે તે સત્ય ઘટનાથી પ્રેરિત હોવાનું બતાવવામાં આવે છે. એક દશ્યમાં સંઘના પોશાકમાં એક વ્યક્તિનો ફોટો બતાવવામાં આવ્યો છે. તેમાંથી એક જણ ભાઉ નામે પાત્ર સેનાનો સભ્ય હોવાનું બતાવવામાં આવે છે. આ સેનાની વ્યક્તિ મુંબઈ પોલીસ દળમાં ઘૂસણખોરી કરીને મહત્ત્વના હોદ્દા કબજે કરે છે. પોલીસ દળમાં ભાઉ નામે વ્યક્તિની સ્વતંત્ર સેના તૈયાર થઈ રહી છે એવા આશયની ચર્ચા આદશ્યમાં કરવામાં આવે છે. આ દશ્યમાંથી એવું બતાવવાનો જાણીબૂજીને પ્રયાસ કરવાનું દેખાય છે કે સંઘ આવું કંઈક કારસ્થાન કરી રહ્યો છે. આ દશ્યને લીધે સંઘની પ્રતિમા બગડી હોવાથી સંઘના સ્વયંસેવકોની લાગણી દુભાઈ છે એવું નોટિસમાં જણાવાયું છે.

​​​​​​​નોટિસમાં શું માગણી કરવામાં આવી છે ?
નોટિસમાં ફિલ્મમાંથી બદનામીકારક દશ્ય કાઢી નાખવા અને સર્વ માનહાનિકારક સંવાદ કાઢી નાખવા અને ચેનલ પરથી માફી માગવાની માગણી કરવામાં આવે છે. જો સાત દિવસમાં આવું નહીં કરવામાં આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત નોટિસ એડ. પ્રકાશ સાળસિંગીકર થકી મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...