તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Notice To Large Societies Avoiding Composting From Wet Waste, Increased Waste As Societies Stop Composting Is A Headache For The Corporation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:ભીના કચરામાંથી ખાતર બનાવવાનું ટાળતી મોટી સોસાયટીઓને નોટિસ, સોસાયટીઓએ ખાતર નિર્મિતી બંધ કરી હોવાથી વધેલો કચરો મહાપાલિકા માટે માથાનો દુખાવો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનની તકનો ફાયદો ઉઠાવતા ભીના કચરામાંથી ખાતરની નિર્મિતી કરવાનું ટાળતી મોટી હાઉસિંગ સોસાયટીઓને નોટિસ બજાવવાની મુંબઈ મહાપાલિકાએ શરૂઆત કરી છે. નોટિસ બજાવ્યા પછી કચરામાંથી ખાતર નિર્મિતી ન કરતા કોમ્પ્લેક્સીસ પર કાયદેસર કાર્યવાહીનો દંડૂકો ઉગામવાનો વિચાર મહાપાલિકા કરી રહી છે.મુંબઈમાં દરરોજ લગભગ 9000 મેટ્રિક ટન કચરો નિર્માણ થાય છે. કચરાની સમસ્યાના ઉકેલ માટે 20,000 સ્કવેર મીટર ક્ષેત્રફળ કરતા વધુ મોટી જગ્યામાં ઊભી રહેલી હાઉસિંગ સોસાયટીઓ અને દરરોજ 100 કિલો કચરો નિર્માણ થતો હોય એવા કોમ્પ્લેક્સ, મોલ, હોટેલો માટે કચરાનો નાશ પોતે જ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું. મહાપાલિકાએ અનેક સોસાયટીઓ સાથે સંવાદ સાધીને ભીના કચરામાંથી ખાતર નિર્મિતી કરવાની વિનંતી કરી.

એ પછી મુંબઈની મોટા ભાગના સોસાયટીઓએ ભીના કચરામાંથી ખાતર નિર્મિતી શરૂ કરી હતી. મોટા પ્રમાણમાં કચરો નિર્માણ કરતા હાઉસિંગ સોસાયટીઓ, મોલ, હોટેલોની સંખ્યા 3125 છે. એમાંથી 1619 કોમ્પ્લેક્સીસે ખાતર નિર્મિતીની શરૂઆત કરી હતી. લોકડાઉનમાં 1619માંથી કેટલીક સોસાયટીઓમાં ખાતર નિર્મિતી બંધ કરવામાં આવી છે. લોકડાઉનમાં અનેક સોસાયટીઓએ બહારની વ્યક્તિઓને ઈમારતના પ્રાંગણમાં પ્રવેશ કરવા પર બંધી મૂકી. મોટા ભાગની સોસાયટીઓમાં કચરામાંથી ખાતર બનાવવાનું કામ બંધ પડ્યું છે.

લોકડાઉન તબક્કાવાર હળવો થયા પછી મુંબઈમાં કચરાનું પ્રમાણ 5400 મેટ્રિક ટન પર પહોંચ્યું છે. કેટલીક સોસાયટીઓએ ખાતર નિર્મિતી બંધ કરી હોવાથી વધેલો કચરો મહાપાલિકા માટે માથાનો દુખાવો બન્યો છે. આ બાબત ધ્યાનમાં લેતા મહાપાલિકાએ હવે વોર્ડ સ્તરે કચરામાંથી ખાતર નિર્મિતી ન કરતી સોસાયટીઓને નોટિસ બજાવવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો